રાજકોટ આઇઓસી ડેપોમાંથી બોમ્બ મળતા તંત્રમાં દોડધામ : મોકડ્રિલ જાહેર

રાજકોટ તા.19
રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ આઇઓસી ડેપોમાં બોમ્બ હોવાની કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી એસીપી ક્રાઇમ ડી વી બસીયાના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળા, બોમ્બ સ્ક્વોડ પીએસઆઇ રબારી, ડોગ સ્ક્વોડ, એસઓજી સહિતનો કાફલો માત્ર 5થી 7 મિનિટમાં દોડી ગયો હતો તપાસ કરતા એક ટ્રોલીમાંથી બોમ્બ મળી આવતા તે બોમ્બને અવાવરું જગ્યાએ લઇ જઈ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો અંતે આ મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું

રિલેટેડ ન્યૂઝ