રાજકોટના જંક્શનમાં આહુઝા સીઝન સ્ટોર્સમાં ક્રિકેટ સટ્ટો રમતા વેપારીની ધરપકડ

ફોન, ટીવી, રોકડ સહીત 67 હજારનો મુદામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ તા.19
આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમતા સટોડિયાઓ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબીની ટીમે બાતમી આધારે જંક્શન પ્લોટમાં આહુઝા સીઝન સ્ટોર્સમાં દરોડો પાડી મેચ ઉપર ફોનમાં સટ્ટો રમતા વેપારી યુવકની ધરપકડ કરી ફોન, ટીવી, રોકડ સહીત 66,600 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
સટોડિયાઓને કાયદાનું ભાન કરાવવા અને જુગારનું દુષણ ડામવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ બી જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ સી એમ ચાવડા, કરણભાઇ મારુ અને સંતોષભાઈ મોરીને મળેલી બાતમી આધારે એએસઆઇ બિપીનભાઈ ચાવડા, ઇંદ્રજીતસિંહ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર અને જયંતીભાઈ ગોહિલને સાથે રાખીને જંક્શન પ્લોટમાં આવેલ આહુઝ સીઝન સ્ટોર્સમાં દરોડો પાડ્યો હતો જ્યાં કલ્પેશ અજીતભાઈ આહુઝા નામના સિંધી વેપારી યુવક ટીવીમાં જોઈને મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગસ ઇલેવન પંજાબના આઇપીએલ મેચ ઉપર ફોનમાં આઈડી બનાવી રનફેર, હારજીતના સોદા કરી જુગાર રમતા રંગેહાથ મળી આવતા તેની ધરપકડ કરી 50 હજારનો ફોન, 15 હજારનું ટીવી, 1 હજારનું સોટટોપ બોક્સ અને 600 રૂપિયા રોકડા સહીત 66,600 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિલેટેડ ન્યૂઝ