રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના 3 જવાનો સહીત 11ની આંતરિક બદલી

ટ્રાફિક, હેડ ક્વાટર, થોરાળા અને તાલુકા પોલીસમાં ફરજ બજાવતા જવાનોની કરાઈ બદલી

રાજકોટ તા.19
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 11 જવાનોની આંતરિક બદલીનો હુકમ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચના 3 જવાનોનો પણ સમાવેશ થાય છે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજક અગ્રવાલ દ્વારા વધુ 11 જવાનોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચના અનિલ સોનારા અને જયદીપસિંહની ટ્રાફિક શાખામાં, કુલદિપસિંહની પ્રનગરમાં, ટ્રાફિક શાખાના હાર્દિકભાઈની બી ડિવિઝનમાં, સંજયભાઈની આજી ડેમમાં, કરણભાઈની ભક્તિનગરમાં અને પ્રદીપસિંહની બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે જયારે હેડ ક્વાટરમાંથી સાગરભાઈની માલવિયાનગરમાં અને જાવેદ હુસેન રીઝવીની આજી ડેમ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે સાથોસાથ થોરાળામાંથી હિતેન્દ્રસિંહની કુવાડવા અને તાલુકાના બળદેવસિંહની એમઓબીમાં બદલી કરવામાં આવી છે

રિલેટેડ ન્યૂઝ