રાજકોટમાં NRI મહિલાની જમીન પચાવી પાડનાર યુસુફ જુણેજા, ભુપત ભરવાડ સહીત 15 સામે અરજી

ભૂમાફિયા ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવા પોલીસ સજ્જ
રાજકોટ તા.19
રાજકોટમાં ભૂમાફિયા ભુપત આણી ટોળકી વિરુદ્ધ એક પછી એક ભોગ બનનાર લોકો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલ ગછઈં મહિલાની કિંમતી જમીન પચાવી પાડવા અંગે યુસુફ જુણેજા, ભુપત ભરવાડ સહીત 15 શખ્સો વિરુદ્ધ પોલીસ કમિશ્નરને લેખિતમાં અરજી કરવામાં આવી છે જેથી ભુપત આણી ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ તેવા ભણકારા સંભળાઈ રહ્યા છે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને સંબોધીને કરેલી લેખિત અરજીમાં લંડન રહેતા ગછઈં મહિલા ગીતાબેન ધીરજલાલ વલેરાના જણાવ્યા પ્રમાણે તેઓની માધાપરમાં કિંમતી જમીન આવેલી છે જેનો દસ્તાવેજ બારોબાર કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં ભુપત ભરવાડ, યુસુફ જુણેજા, શૈલેષ પાબારી, નિખિલ, છગન પટેલ, નરસિંહ પટેલ, લાભુબેન, ચંપાબેન પટેલ, ઉજ્જૈન પદમણી, મીનાબેન પટેલ, હીનાબેન પદમણી, મનજીભાઈ ગોવિંદભાઇ ચીકાણી, હંસરાજ બગોદરા, દેવકરણ બગસરા, વેલજી બગસરા તેમજ પરેશ સાંગાણીના નામો આપવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 5 વર્ષ પહેલા ભુપત આણી ટોળકીએ કૌભાંડ આચર્યું હોય ત્યારે પણ લેખિત ફરિયાદ કરી હતી જેમાં આરોપીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે પહેલા સામા કાંઠાના હોટલ સંચાલક પાસેથી 70 કરોડ પડાવ્યાની અને ત્યાર બાદ બેડીના ખેડૂતની 1 એકર 17 ગુંઠા જમીન હડપ કરી લેવાની બે ફરિયડ નોંધાઈ હોય જેમાં ભુપત ભરવાડનો જેલમાંથી કબ્જો લીધો હોય અને તે બે દિવસના રિમાન્ડ પર હોય ત્યારે જ વધુ એક કૌભાંડ અંગે લેખિતમાં અરજી કરવામાં આવતા ભુપત આણી ટોળકી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ