વિજ્યાદશમીથી સદ્દગુરૂ આશ્રમ દ્વારા 1 અબજ 8 કરોડ રામજપ યજ્ઞનો પ્રારંભ

ભાવિકો-ભકતોએ ઘરેથી જ યજ્ઞમાં જોડાવા આશ્રમની અપીલ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.23
રણછોડદાસજી બાપુ આશ્રમ સદગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા આ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોને રાહત મળે કોરોના મહામારી દુર થયા તહ માટે આ રામનામ ઔષધી રૂપી જપયજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલ છે.
આ માનવસેવાને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને સદગુરૂ દેવ ભગવાન રણછોડદાસજી બાપુની અસીમ કૃપા તથા તેમની જ પ્રેરણાથી વિશ્ર્વની સર્વ માનવ જાતના કલ્યાણ માટે વિશ્ર્વને કોરોના મહામારીમાંથી મુકિત મળે તે શુભ હેતુથી 108 કરોડ એક અબજ ને આઠ કરોડ રામનામના મંત્રજાપના જપયજ્ઞનું મહા આયોજન વિજયા દશમી (દશેરા) એટલે કે રામે અસુરરૂપી રાક્ષસ રાવણનો વધ કરીને અસુરી શકિત ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અને એટલે જ આ ખાસ દિવસે તા.25-10-20 રવિવાર વિજયાદશમીથી આ રામનામના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જેથી આપણે આ અસુરરૂપી કોરોનાને હરાવીને નાબુદ કરીને લોકોને આ ગંભીર સમસ્યાથી મુકિત અપાવીએ.
આ મહાઆયોજનની પૂર્ણાહુતિ સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી બાપુના ગુરૂદેવ ભગવાન પતિતપાવન ભગવાનની જન્મજયંતિ, મહાસુદ 6 17-2-2021 બુધવારના રોજ કરવામાં આવશે. સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનો આ 108 કરોડ એકઅબજ આઠ કરોડ રામનામ જપયજ્ઞમાં જોડાઈ અને આ મહાઆયોજનમાં વધુમાં વધુ રામનાથ જાપ કરીએ, જેથી આ રામનામ જાપના જન સહયોગથી શુધ્ધૂ પરમાણુંનુ પવિત્ર વાતાવરણ બને અને જેમના દિવ્ય પરમાણુથી વિશ્ર્વમાં આવી પડેલ આ મહાભયંકર કોરોનાની સમસ્યાથી મુકિત મળે.
સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનો ઘેર રહીને આપના ઘરના તમામ સભ્યોને આ જપયજ્ઞના મહાઅભિયાનમાં જોડાત્તીને તથા આપણા આડોશ પાડોશ રહેતા લોકો શહેર ગામડામાં વસતા ભાઈ બહેનોને પણ આ રામનામ જપયજ્ઞની જાણ કરીને તેઓને મહા અભિયાનમાં જોડાવીને રામનામનો આહલાદક જગાડીને એક નવો વિશ્ર્વવિક્રમ બનાવીએ અને કોરોનારૂપી આ મહામારીના અસુરને કાયમી ધોરણે પરાસ્ત કરીએ.
આ 108 કરોડ રામનામ જપયજ્ઞનું મહાઆયોજન સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી બાપુની જ પ્રેરણા અને મહાસંકલ્પથી સૃષ્ટિનાં દરેક જીવો, માનવોના કલ્યાણ માટે કરવામાં આવેલ છે. તો ચાલો સૌ આપણે 108 કરોડ રામનામ જાપમાં જોડાઈ અને બીજા લોકોને પણ મહાઅભિયાનમાં જોડાવીએ જેથી આ રામનામનો જાપનો વિશ્ર્વમાં કદીએ ન બન્યો હોય તેવો અને ન તુટે તેવો વિશ્ર્વ રેકોર્ડ બનાવીએ અને વધારેમાં વધારે જાપ કરીને સૃષ્ટિ પરના સર્વ જીવોના કલ્યાણ તથા મનુષ્ય ઉપર આવી પડેલ આ આફતમાંથી ઉગારીએ. સૌએ ધર્મપ્રેમી ભાઈ બહેનો ઘેર રહીને રામનામ જપ મહાઆયોજનમાં જોડાઈ તથા આપે કરેલ રામનામ જાપ અમોને વોટસએપ મેસેજ ત્થા ફોન કરીને અમારા મો. 95863 08178 તથા 94609 28508 ઉપર જાણ કરીને નોંધાવવા સદગુરૂ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ