રાજકોટમાં કોરોનાથી મૃત્યુદરમા ધરખમ ઘટાડો : માત્ર 3 દર્દીઓના મોત થયા

રાજકોટ તા.24

રાજકોટમાં હવે કોરોના અંતિમ પડાવ તરફ જતો હોય તેવું ફલીત થઇ રહ્યું છે રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ઉતાર ચડાવ વચ્ચે 24 કલાકમાં કોરોનાથી માત્ર 3 દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો શહેર-જિલ્લામાં 24 કલાકમાં 103 કેસો જ નોંધાયા છે મૃત્યુઆંકમાં થતા ઘટાડા સાથે પોઝિટિવ કેસોમાં ઘટાડો યથાવત રહેતા તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે હવે હકીકતે કોરોનાએ પોતાની પક્કડ ઢીલી પાડી હોય તેવું લાગી રહ્યું છે કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થતિ વચ્ચે મૃત્યુદરમાં ફરી જબરો ઘટાડો નોંધાયો છે રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકમાં સારવાર લઇ રહેલા માત્ર 3 દર્દીઓના જ મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મૃત્યુઆંકમાં નોંધાયેલા ઘટાડાથી આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે સાથોસાથ દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ ઘટાડો યથાવત રહેવા પામ્યો છે રાજકોટ શહેર-જીલ્લામાં 24 કલાકમાં 103 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં બપોરે 20 અને સાંજે 47 સહીત કુલ 64 કેસ નોંધાયા હતા જયારે જિલ્લામાં 24 કલાકમાં વધુ 36 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ શહેર-જિલ્લામાં 103 કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 8196 સુધી પહોંચી ગઈ છે આજે 82 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે 602 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

રિલેટેડ ન્યૂઝ