રાજકોટની હોટલ વાત્સલ્યમાં સટોડિયાઓને આઈડી આપનાર બંગડીનો કારખાનેદાર ઝડપાયો

રાજકોટ તા.24

શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ વાત્સલ્યમાં ક્રાઇમ બ્રાન્ચે પાળેલા દરોડામાં 4 દારૂ પિતા અને 2 જુગાર રમતા ઝડપાયા હતા આ કેસમાં સટોડિયાઓને આઈડી આપનાર રાજકોટના બંગડીના કારખાનેદારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ વાત્સલ્યમાં દારૂ અને જુગારની મહેફિલ ચાલતી હોવાની બાતમી આધારે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વનરાજસિંહ જાડેજા અને તેમની ટીમે બાતમી આધારે એક મહિના પૂર્વે 23 સપ્ટેમ્બરના રોજ દરોડો પાડી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ ઉર્ફે કાળું જગદીશભાઈ ચાઉં, વિપુલ છબીલદાસ ધોળકિયા, જીગ્નેશ કિશોરભાઈ ગોહેલ અને જયેન્દ્રસિહ ખુમાનસિંહ પરમારને દારૂ પિતા ઝડપી લીધા હતા અને 250 એમએલ દારૂ ભરેલી બોટલ પણ કબ્જે કરી હતી તેમજ આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમતા ધર્મેશ દેવેન્દ્રભાઈ રાણપરાને અને સુભાસનગરના મેહુલ મોહનભાઇ ગોહેલની પણ ધરપકડ કરી હતી આ સટોડિયાઓને ફોનમાં જુગારની આઈડી આપનાર અંગે તપાસ કરતા યુનિવર્સીટી રોડ ઉપર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને બંગડીનું કારખાનું ધરાવતા હિરેન અનકભાઈ ગીડાનું નામ ખુલતા તેની પણ આજે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ