શહેરમાં મેટ્રોટ્રેન દોડાવાશે! સર્વે શરૂ થશે

સલાહકારની નિમણુંક માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ
(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા.24
રાજકોટ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટાડવા મહાનગરપાલીકાએ અનેક આયોજનો હાથ ધર્યા છે. જે પૈકી શહેરમાં અર્બન મોબિલીઝીને વધુ સંલગ્ન બનાવવા શહેરમાં મેટ્રો ટ્રેન શરુ કરવાનું આયોજન હાથ ધરેલ. જેના માટે ક્ધસલટન્ટની નિમણુંક કરવા માટે ટેન્ડર પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલીકાએ ગ્રીન રાજકોટ તેમજ સ્માર્ટસીટી અંતર્ગત અનેક નવા નવા પ્રોજેક્ટોની કામગીરી શરુ કરી છે. ઓવરબ્રીજ-અન્ડરબ્રીજ તેમજ ઈલેકટ્રીક બસ સેવાની સાથોસાથ મેટ્રો ટ્રેન માટે પણ ક્ધસલટન્ટની નિમણુંક કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ મુખ્ય માર્ગો ઉપર મેટ્રો ટ્રેન રૂટ કઇ રીતે તૈયાર થઇ શકે તેમજ મેટ્રો ટ્રેન માટેનું એસ્ટીમેન્ટ તથા અન્ય કામગીરી માટે ક્ધસલટન્ટની નિમણુંક કરવામાં આવશે. ક્ધસલટન્ટના રિપોર્ટ આવ્યા બાદ આગળની કામગીરી શરુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ના મનપાના બજેટમાં મેટ્રો ટ્રેન માટે જોગવાઈ કરવામાં આવી છે. જયારે તમામ ખર્ચ માટે રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. અગાઉ મેટ્રો ટ્રેન અંગે અનેકવખત ચર્ચા હાથ ધરાયેલ પરંતુ ચાલુ બજેટમાં મેટ્રો ટ્રેન માટે જોગવાઈ કરવામાં આવી છે. તેમજ 2021માં કામ શરુ કરવા માટે હાલ ક્ધસલટન્ટની સેવા લેવામાં આવશે. ત્યારબાદ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મનપાના સુત્રોના જણાવ્યા મુજબ મેટ્રો ટ્રેન મોટેભાગે રોડની લગોલગ અથવા વચ્ચે દોડાવવામાં આવતી હોય છે. જેના કારણે રોડ 36 મીટરથી વધુ પહોળા હોવા જરૂરી હોય છે. આથી લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ શહેરમાં પહોળા કરવામાં આવેલા રોડ તેમજ હવે પછી પહોળા થનાર રોડ ઉપર સંભવત: મેટ્રો ટ્રેન રૂટ શરુ થશે તેમ લાગી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ