આજથી એસટી રાજકોટ- વડોદરા, સુરત, ઉનાની વોલ્વો બસ દોડાવશે

દિપાવલીનાં તહેવારને અનુલક્ષી આયોજન
(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા.24
રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે અને આવતીકાલથી રાજકોટ-વડોદરા વોલ્વો, રાજકોટ-સુરત એસી સ્લીપર અને રાજકોટ-ઉના એસી કોચ શરુ કરવામાં આવશે.
લાંબા અંતરના મુસાફરોને આરામદાયક અને સરળ મુસાફરી મળી રહે તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા આવતીકાલથી પ્રીમીયમ સર્વીસો શરુ કરવામાં આવશે. જેમાં રાજકોટ-વડોદરા 6-30 અને રાજકોટ-વડોદરાની 14:00 વાગ્યે વોલ્વો ઉપડશે. જે નડીયાદ અને આણંદથી ચાલશે. તેમજ સુરતની પણ એસી સ્લીપર દોડાવવામાં આવશે જે રાજકોટથી સાંજે 20:30 મીનીટે ઉપડશે જે નડિયાદ અને વડોદરા રૂટ ઉપર ચાલશે અને રાજકોટ-ઉનાની પણ 15:30 વાગ્યાની એસી બસ દોડાવવામાં આવશે જે જૂનાગઢ, કેશોદ, વેરાવળ, સોમનાથ અને કોડીનાર ખાતે સ્ટોપ કરશે.દિવાળીના તહેવારને લઈ લોકો ધીમે-ધીમે બહાર નીકળી રહ્યા છે અને ફરવાના પ્લાન બનાવી રહ્યા છે ત્યારે લાંબા અંતરના મુસાફરો માટે વોલ્વો, એસી અને સ્લીપર બસ દોડાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ