રાજકોટમાં પોઝીટીવ દર્દીા ફોન ટ્રેસ કરી સંપર્કમાં આવેલા લોકોને કોવોરોન્ટાઇન કરાશે

ભંગ કરનાર લોકોને ફેસેલીટી કવોરોન્ટાઇન સેન્ટરમાં ધકેલાશે પોલીસ

રાજકોટ તા.20
રાજકોટમાં દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ કોરોનાએ ફરી ફૂફાડો મારતાં તંત્ર દોડતું થઇ ગયું છે ત્યારે હવે પોઝિટિવ નોંધાતા દર્દીઓના ફોન ટ્રેસ કરી તેઓના સંપર્કમાં આવેલા લોકોને ફરજીયાત એક સપ્તાહ સુધી ક્વોરીઓન્ટાઇન કરવાની કામગીરી શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને આ મહામારીથી બચવા વિવિધ નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે ભંગ કરનાર વ્યક્તિને ફેસેલિટી ક્વોરીઓન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે
રાજકોટ શહેરમાં કોરોના ફરી બેકાબુ બની ગયો છે અત્યાર સુધી સામનો કર્યા પછી દિવાળીના તહેવારમાં મળેલી છુટને લીધે કોરોના ફરી વકર્યો છે દરરોજ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુદરમાં વધારો નોંધાઈ રહ્યો છે જેથી રાજકોટ ફરી ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેઇન તોડવા માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટમાં દરરોજ નોંધાતા પોઝિટિવ દર્દીઓના મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવશે ફોન ટ્રેસ કરી છેલ્લા 8 દિવસમાં તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની એક યાદી તૈયાર કરી તેઓને ફરજીયાત એક સપ્તાહ સુધી ક્વોરીઓન્ટાઇન કરવામાં આવશે ક્વોરીઓન્ટાઇન કરાયેલા વ્યક્તિ જો ભંગ કરશે તો તેઓને ફેસેલિટી ક્વોરીઓન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવો, ટુ-વહીલરમાં 2 અને ફોર વહીલમાં ત્રણથી વધુ લોકોને ન બેસવું, ભીડ એકઠી ન કરવી વગેરે નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે જેથી લોકો આ મહામારીથી બચવા નિયમોનું પાલન કરે અને પોલીસની કાર્યવાહીથી પણ બચે તેવી અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ