રાજકોટમાં કોરોના નાબુદ કરવા માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવાશ

આરોગ્ય અધિકારીઓ સાથેની સીપીની બુઠક : લોકોને સહકાર આપવા અપીલ

મોલ, હોટેલ્સમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવજો અત્યાર સુધીમાં 1187 ગુના દાખલ કરાયા છે
મોલ, હોટલ, ચા-પાનની દુકાનો સહિતના વેપાર-ધંધાના સ્થળે સરકારની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ભીડ એકત્ર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ન્યિમનો ભંગ કરવા અંગે શહેર પોલીસે અત્યાર સુધીમાં મોલ, હોટલ, દુકાનના સંચાલકો સામે કુલ 1187 ગુના દાખલ કર્યા હતા.
સગર્ભા, બાળકો, વૃધ્ધ અને બિમાર વ્યક્તિઓને ઘરે રહેવા સલાહ
કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થતાં પોઝીટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. લગ્નની સીઝન શરૂ થઇ રહી હોવાથી બજારમાં ખરીદી માટે ભીડ એકઠી થાય છે જેનાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય છે. આ સંજોગોમાં સરકારના નિયમનું પાલન કરવા તેમજ 65 વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓ, સગર્ભા, 10 વર્ષથી નીચેના બાળકો અને બિમારી વ્યક્તિઓને ઘરે રહેવા સૂચન કરાયું છે.

રાજકોટ તા. 20
વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થતાં જ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તંત્ર સતર્ક થઇ ગયું છે. કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિશીપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી તાકિદની બેઠકમાં જરૂરી મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી. અનલોક-6 માં સરકારી માર્ગદર્શિકા મુજબ જાહેર કરાયેલા તમામ નિયમોનું કડક પાલન કરાવવાશે. પ્રજાને પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા અપિલ કરવામાં આવી છે. કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થતાં જ શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખી દેવાયો છે તેમજ રાજકોટથી અમદાવાદ જતી એસ.ટી. અને ખાનગી બસ સેવા પણ આજે બપોરથી બંધ કરવા નિર્ણય લેવાયો છે. અમદાવાદની જેમ રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ અંગે હજી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકડાઉન અને અનલોકમાં પ્રજાએ મહામારીને નાથવા જે રીતે સહકાર આપ્યો હતો એવો જ સહકાર આપી જાહેરમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસન્ટન્સ જાળવવા, બિનજરૂરી બહાર નહીં નિકળવા અનુરોધ કર્યો છે. વધુમાં કોરોના વાયરસની મહામારી ફેલાતા અટકાવવા માટે સરકાર દ્વારા 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી અનલોક-6 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા અપાયેલી છૂટછાટનું કડક પાલન કરવાનું રહેશે. પોલીસ કમિશનર દ્વારા આ મુદ્દે પ્રસિધ્ધ કરાયેલા જાહેરાનામનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ, ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. જાહેરમાં થૂંકનાર, માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
વૈશ્વિક મહામારીનો ફેલાવો અટકાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ગુજરાત રાજ્ય ઇન્ડસ્ટ્રિયલ કમિશનર અને કોવીડ-19 માટે નિમાયેલા રાજકોટ જિલ્લા પ્રભારી રાહુલ ગુપ્તા, જેસીપી ખુરશીદ અહેમદ, મ્યુનિશીપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર એ.કે.સીંગ, ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મીટીંગમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા, વિચારણા કરવામાં આવી હતી.
લોકડાઉન 1 થી 5 અને અનલોક 1 થી 5 દરમિયમાન પ્રજાએ જે રીતે સહકાર આપ્યો હતો એવો જ સહકાર આપવા તેમજ ઘરમાં રહો, સુરક્ષિત રહો, વડાપ્રધાનના સૂત્ર જબ તક દવાઇ નહીં તબ તક ઢીલાઇ નહીં અને મુખ્યમંત્રીના સૂત્ર દો ગ કી દૂરીની અમલવારી કરવા કમિશનર મનોજ અગ્રવાલે અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ