ગોંડલમાં શ્રમિકને પત્નિએ અગ્નિદાહ દીધો

લ પતિનાં વ્યસનથી કંટાળી દેશમાં ચાલી ગયેલ યુવતિને વરનો મૃતદેહ જ મળ્યો: બાળકો નિરાધાર
(પ્રતિનિધિ દ્વારા) ગોંડલ તા.21
માનવીની જિંદગી અનેક ચડાવ ઉતાર વચ્ચે વહેચાયેલી છે. કભી ખુશી કભી ગમ સહેતો માનવી નિયતિના ક્રમ પાસે લાચાર બની જાય છે. લાચારી, બેબશી કે વેદના ભરેલી અનેક જીંદગીઓ તરફ નજર દોડાવીએ તો પલભર પલકો પણ થંભી જાય.
અહિં પ્રસ્તુત વાત ખુબ નાની છે. પરંતુ તેમાં છુપાયેલી વેદના સંવેદના ખુબ મોટી છે. એ બોઝીલ વેદના વચ્ચે ઘાવ ને રુઝાવતી સેવા પણ છે. ગોંડલ રાજકોટ વચ્ચે આવેલા ઔદ્યોગિક પરગણા સમાં શાપરમાં રહેતા પ્રેમચંદ ગયાપ્રસાદ નામના યુવાનનું ગત તા.14ના હાર્ટએટેકને કારણે મોત નિપજયું. પ્રેમચંદ મૂળ ઉત્તરપ્રદેશના ફતેપૂર જિલ્લાના ગોરી ગામના વતની હતા. અને છેલ્લા આઠ દશ વર્ષથી શાપરમાં રહેતા હતા. જ્ઞાતિએ નાઈ હોય હેરકટીંગ સલુન સાથે નાનકડી કરીયાણાની દુકાન ચલાવી પત્નિ શીલુ તથા ચાર સંતાનો સાથે જીવન બસર કરતા હતા. સંતાનોમાં ત્રણ દિકરીઓ લક્ષ્મી ઉ.10, મોનિકા ઉ.8, દિવ્યા ઉ.4 તથા એક વર્ષનો પુત્ર આનંદ સાથેનું પરિવાર કિલ્લોલ વચ્ચે જીવન જીવી રહ્યું હતુ.
પરંતુ સુખ કે દુ:ખ જીવનમાં કાયમી રહેતા નથી. પ્રેમચંદ કેટલીક માનવીય કૂટેવોનો શિકાર બન્યા.જતા દહાડે આ કુટેવો પતિ પત્નિ વચ્ચે જગડાનું કારણ બની, ખેલતો કુદતો કિલ્લોલ જાણે થંભી ગયો.
રોજબરોજના કંકાસને કારણે કંટાળેલી શીલુ પતિ પ્રેમચંદને છોડી બાળકો સાથે પોતાના વતન ચાલી ગઈ. આ વાત કોરોના લોકડાઉનના થોડા સમય પૂર્વેની હતી પત્નિ અને માશુમ બાળકો ચાલ્યા જતા એકલા પડેલા પ્રેમચંદને કદાચ જિંદગી સમજાઈ હોયકે પછી ખાલીપો જણાતો હોય તેણે પત્નિને પરત લાવવા પ્રયત્નો કર્યા પણ રે…નશીબ, લાંબા લોકડાઉનમાં એ શકય ના બન્યું અનલોકમાં પણ રેલવે સહિતના પરિવહનો પૂર્વવત નહોતા બન્યા આવા સંજોગોમાં પરિવારથી વિખૂટા પ્રેમચંદનું હાર્ટએટેક આવવાથી મોત નિપજયું. શાપર પોલીસે તપાસ હાથ ધરી યુપીમાં તેના વતન પરિવાર જનોનો સંપર્ક કર્યો પ્રેમચંદના ભાઈઓએ શાપર આવી પ્રેમચંદનાં મૃતદેહને સંભાળવા નબળો પ્રતિસાદ આપી ગલ્લાં તલ્લાં શરૂ કર્યા પરિવાર વગર મૃતદેહનું કરવું શું? પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ. આવા સમયે ગોંડલ સિવીલ હોસ્પિટલમાં સેવાકિય પ્રવૃત્તિ ચલાવતા માનવ સેવા ટ્રસ્ટના
પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરૂ દેવદુત બની મદદે દોડયા, ગોંડલની હોસ્પિટલનાં ફ્રિઝરમાં પ્રેમચંદનો મૃતદેહ રાખી પત્નિનો સંપર્ક કરવા તેણી દોડી આવી હતી.
બીજી બાજુ પ્રેમચંદનાં ભાઈઓના ગલ્લાં તલ્લા હજુ યથાવત હતા દરમ્યાન શાપર પોલીસ અને પ્રફલભાઈએ માનવીય અભિગમ અપનાવી પ્રેમચંદની પત્નિ શીલુને ગોંડલ જ અગ્નીદાહ આપવા સમજાવી. નાના બાળકો સાથેની શીલુ પાસે કોઈ વિકલ્પ જ ન હતો. પતિથી રિસાઈને દૂર ચાલી જનારી- શીલુએ વેદના ખંખેરી હિંમત દાખવી પતિની અર્થો ને કાંધ આપી, એટલું જ નહી અગ્નીદાહ પણ આપ્યો ગત તા. 14ના અનંતની વાટે ચાલી નિકળનાર પ્રેમચંદ નાં મૃતદેહ ને તા.19મીએ અગ્નિદાહ આપ્યો ત્યારે સ્મશાન ઘાટ પણ રોઇ પડયું હતું.

રિલેટેડ ન્યૂઝ