રાજકોટ જિલ્લા બેંકનો 46.51 કરોડનો નફો: 5 નવી યોજના

ખેડૂતો માટે બે લાખની રોકડ શાખ યોજના, ખેતઓજાર જાળવણીની ધિરાણ મર્યાદામાં 1 લાખનો વધારો, મધ્યમ મુદતનું ધિરાણ લેતા ખેડૂતોને રૂા.12.50 કરોડની વ્યાજ સહાય

વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના
આ યોજના હેઠળ ખેતિવિષયક મંડળીઓના ધિરાણ લેતા સભાસદોને કીડની, કેન્સર, પત્થરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઈન હેમરેજની સારવાર માટે રૂા.12,000ની મેડીકલ સહાય આપવાની યોજના લોન્ચ કરેલ છે.

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.22
રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકની આજે યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાએ ડિસ્ટ્રીકટ બેંકનો 2019-20ના વર્ષનો રૂા.46.51 કરોડ ચોખ્ખો નફો અને સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવા સાથે ખેડૂત અને મંડળીઓલક્ષી પાંચ સ્કીમો જાહેર કરી હતી. સાથો સાથ ખેડૂત સભાસદો માટે વિઠ્ઠલભાઈ રાદડીયા મેડીકલ સહાય યોજના પણ લોન્ચ કરી હતી.
દેશભરમાં સરકારી ક્ષેત્રે અવ્વલ દરજ્જાનું સ્થાન ધરાવતી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન શ્રી જયેશ રાદડીયાએ રેગ્યુલર કે.સી.સી. ધિરાણ લેતા ખેડૂતોછ માટે ત્રણ વર્ષની મુદતની રૂા.બે લાખની રોકડ શાખા ધિરાણ યોજના જાહેર
કરી હતી. તેમજ ખેતઓજાર જાળવણીની યોજનાની ધિરાણ મર્યાદા રૂા.1 લાખ વધારી રૂા.3 લાખ કરી હતી.
આ ઉપરાંત મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતોને 1 ટકા વ્યાજ રાહત આપવાની જાહેરાત કરેલ જે અંતર્ગત જિલ્લાના ખેડૂતોને અંદાજીત રૂા.12 કરોડની વ્યાજ રાહત આપવામાં આવેલ છે. ખેતિ વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂા.1 લાખની નવી રોકડ શાખ યોજના અમલમાં મુકવામાં આવી હતી.
જ્યારે ખેતિ વિષયક મંડળીઓનું રૂા.2500 કરોડના કેસીસી ધિરાણમાં હાલનું માર્જીન 1 ટકે છે તે વધારે સવા ટકો કરવાની જાહેરાત કરી હત. આ વધારાથી મંડળીઓને અંદાજે રૂા.12.50 કરોડનો લાભ થશે.
સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જીલ્લા સહકારી બેંકની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ 61મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાએ બેંકનો સને 2019-2020ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.46.51 કરોડ થયાની અને સભાસદોને 15 ટકા ડીવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
છેલ્લા બે દાયકામાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડૂત નેતા શ્રી વિઠલભાઈ રાદડીયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર શ્રી જયેશભાઈ રાદડીયાએ બેંકની 61મી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને અદના આદમીની અડીખમ બેંક નામ આપ્યું છે. ઝીરો ટકા વ્યાજ દરે ખેડૂતોને કેસીસી ધિરાણ આપવાની બાબતથી માંડી કિસાન ક્રેડીટ કાર્ડ, ખેડૂતોનો રૂા.10.00 લાખનો અકસ્માત વિમો, ગંભીર માંદગીના કિસ્સામાં રૂા.10 હજારની સહાય તેમજ 24 કલાક લોકર સેવા જેવી દરેક બાબતમાં દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકે નવો રાહ ચિંધ્યો છે. જ્યારે ખેડૂતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતીમાં ડીસ્ટ્રીકટ બેંક ઉપર અડીખમ વિશ્ર્વાસ મુક્યો છે અને તેના કારણે જ રાજકોટ જીલ્લાના સહકારી માળખાને દેશભરમાં સૌથી મજબુત અને નમુનેદાર બનાવવામાં આપણે સફળ રહ્યા છીએ. નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્થા પણ અન્ય રાજ્યોની જીલ્લા બેંકોને રાજકોટ જીલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્યાસ કરવા મોકલે છે. આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત તથા નાફસ્કોબ તરફથી ત્રણ વખત એવોર્ડ મળેલ છે.
રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. આ બેંકે ખેડૂતોને ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપી ખેડૂતોને 2019-20ના વર્ષમાં રૂા.2317 કરોડનું ઝીરો ટકા વ્યાજે કેસીસી ધિરાણ આપવા ઉપરાંત મ.મુ.ખેતિ વિષયક લોનમાં ખેડૂતોને 1 % વ્યાજ, મંડળીઓને કેસીસી ધિરાણમાં 1.5% માર્જીન તથા મંડળીઓના કર્મચારીઓને 8.50%ના વ્યાજ દરે ઓવરડ્રાફ્ટ લોન આપવા છતાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકે રૂા.125 કરોડનો ગ્રોસ નફો અને રૂા.46.51 કરોડનો ચોખ્ખો નફો કરેલ છે તે કોઈ નાની સુની વાત નથી. આ બાબત જ બેંક અને ખેડૂતો વચ્ચેની મજબુત સંબંધોનો પૂરાવો છે તેમ શ્રી રાદડીયાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં જ નહિં દેશભરમાં પ્રથમ વખત 24 કલાક 36પ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જીલલા બેંકની હેડ ઓફિસમાં આપવામાં આવે છે. તેમજ સાંજના 3થી રાત્રીના 10 વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. તા.31/3/2020ની સ્થિતીએ બેંકની થાપણો 5398 કરોડ, શેર ભંડોળ 66 કરોડ, રીઝર્વ ફંડ 518 કરોડ, ધિરાણો રૂા.3933 કરોડ તથા રોકાણો રૂા.2951 કરોડએ પહોંચેલ છે. બેંકનો સીઆરએઆર 9.60% થયેલ છે. વર્ષોથી બેંકનું નેટ એન.પી.એ. 0% અને વસુલાત 99%થી ઉપર રહે છે. આમ બેંકએ દરેક ક્ષેત્રે અવિરત પ્રવતિ જાળવી રાખેલ છે.

રિલેટેડ ન્યૂઝ