એસટી ખોટના ખાડામાં!, ખાનગીકરણ બંધ કરો

ખાનગી વાહનોની જરૂર શી? મજદૂર સંઘના સુચનો

રાજકોટ તા.24
એસ.ટી તંત્ર દ્વારા પરિવહનની જે વ્યવસ્થા સંભાળવામાં આવે છે તેની વહીવટી ખામીઓના લીધે દરમહિને એસ.ટી તંત્ર નફાના બદલે ખોટમાં જઈ રહી છે. નવુ વર્ષ એસ.ટી વિભાગને કઈ રીતે લાભદાયી થશે? તે સંદર્ભે ભારતીય પરીવહન મજદુર મહાસંઘ દ્વારા કેટલાક મહત્વના સુચનો કરવામાં આવ્યા છે જેમા ખાનગી વાહનો ભાડે લેવાની ભિતિ તાકિદે બંધ કરવામાં આવે ખાનગી વાહનો ભાડે લઈને ચલાવવાથી એસટી તંત્રને દરમહિને 3.75 કરોડની ખોટ પડી રહી છે. જેથી આ પ્રકારનું સંચાલન બંધ કરીને મુસાફરો પ્રત્યેનો સદભવ કેળવી અન્ય ઉપયોગી રૂટ પર બસો નિયમીત રીતે ચલાવવાની તાકિદ કરાઇ છે. એસ.ટી નિગમ દ્વારા પાર્સલ સેવાનું ખાનગીકરણ કરવાથી ગ્રાહકોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. જે સિસ્ટમ બંધ કરવાની જરૂર છે. જી.પી.એસ સિસ્ટમ એકસપ્રેસ ગાડીઓમાં જરૂરી છે લોકલ બસોમાં જરૂરી નથી તેથી તાકીદની અસરથી તે બંધ કરવું જોઈએ ઘણી ગાડીઓ રૂટ બોર્ડ વગર દોડતી રહે છે. તેમાં બોર્ડ લગાવવામાં આવે બસ ધોવાનો વોશિંગ ખર્ચ ડેપો દીઠ રૂ. 45 લાખ થાય છે. ગુજરાતમાં આ પ્રકારના 125 એસ.ટી. ડેપો છે જેમાં વ્યાપક ગેરરિતી અને ભ્રષ્ટાચાર ચાલે છે.
વાહનોની મિકેનીક સાઈડની સુધારણા દશેક બાબતો અંગે મહાસંઘે જણાવ્યું હતું કે એસ.ટી બસની પાછળ રીફ્લેક્ટર, બ્રેકલાઈટ, સિગ્નલ લાઈટ રાખવી જેથી અકસ્માત થવાની સંભાવના ઓછી થાઈ જાય એસટીની એક્સપ્રેસ અને ડીલક્સ બસો વર્કશોપમાં બનાવો નરોડા ખાતે એશિયાનું સૌથી મોટામાં મોટું વર્કશોપ છે છતા બહારથી ગાડીઓ બનાવાય છે. જે બંધ કરવી જોઈએ.
કર્મચારીઓમાં યુનિફોર્મ અને નેઈમ પ્લેટની અનિવાર્યતા દર્શાવી વધુમાં જણાવાયું હતું કે એસ.ટી તંત્રને ગુણવતા સભર બનાવવા માટે વિશ્ર્વનીયતાનું વાતાવરણ ઉભુ કરવું જરૂરી છે નરોડા ખાતે નવનિયુક્ત કર્મચારીઓને વ્યવસ્થીત તાલીમ મળે બસ સ્ટેશનો, ક્ધટ્રોલ પોઈન્ટ અને ટોઈલેટ બ્લોક સંપૂર્ણ ગંદા હોય છે ત્યાં સફાઈ કરવી સુવિધાપૂર્ણ આદર્શ ડેપો બનાવવા પી.પી.પી. મોડેલની કામગીરી સંપૂર્ણ બંધ કરવી કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ ખાનગી ધોરણે બસનું સંચાલન સંભાળીને દર વર્ષે જે પ્રકારે લાખો રૂપિયાની કમાણી કરે છે. એજ પધ્ધતિએ ગુજરાતમાં પણ એસ.ટી નિગમમાં ઘણી બાબતો સુધારણા માંગે છે. જેનો ત્વરીત અમલ થવો જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ