સદગુરૂ આશ્રમ દ્વારા 1 અબજ રામ જપ યજ્ઞ

ભાવિકો – ભકતોએ ઘેર જ જપ કરવા અનુરોધ

રાજકોટ તા.24
રણછોડદાસજી બાપુ આશ્રમ સદગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સર્વ માનવ જાતના કલ્યાણ માટે અને કોરોના મહામારીમાંથી મુતકિત મળે એ શુભ હેતુથી 108 કરોડ રામ રામ રામરામરામરામ’ જપયજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલ છે. આ મહા આયોજન વિજયાદશમી, તા.25-10-20થી તા.17-2-20 પતીતપાવન ભગવાન જન્મજયંત સુધી કરવામાં આવેલ છે.
રામનામ જપનું અનેકગણુ મહત્વ છે તેમાંય કાસ દિવસો જેવા કે તા.24-11 રવિયોગ તા.25-11-20 દેવ ઉઠી અગિયારસ, તા.26-11 તુલસી વિવાહ, દેવ દિવાળી તા.29-11 વઅતની પુનમ, તા.30-11 તુલસી વિવાહ સમાપ્તી, દેવદિવાળી, તા.1-12 રાજયોગ, તા.3-12 સંકટ ચતુર્થી, સિધ્ધીયોગ તા.5-12 વૈધુતિયોગ, તા.7-12 કાલભૈરવ જયંતિ 10-12 એકાદશી તા.11-12 ભાગવત વૈષ્ણ, તા.12-12 શનિપ્રદોષ, તા.13-12 શિવરાત્રી, તા.14-12 સોમવતી અમાસ વિગેરે દિવસે જાપ કરવાથી વિશેષ ફળ મળે છે તથા આ દિવસોએ રામનામના જાપ કરવાથી અનેકાનેક ગણુ ફળ આપણને પ્રાપ્ત થાય છે.
માટે સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનો આ અતિ વિકટ સમયમાં રામનામ જાપ જ શ્રેષ્ઠ છે પરિવારના સભ્યો તથા આજુબાજુમાં રહેતા પાડોશી, સગાસબંધીઓને આ રામનામ જપ મહાયજ્ઞમાં અચુક જોડાવશો અને વધારેમાં વધારે રામનામ કરીએ.
સૌએ ધર્મપ્રેમી ભાઈ બહેનો ઘેર રહીને રામનામ જપ મહા આયોજનમાં જોડાઈ તથા આપે કરેલ રામનામ જાપ અમોને વોટસએપ મેસેજ તથા ફોન કરીને અમારા મો. 95863 08178, 84609 28508 પર જાણ કરીને નોંધાવીએ તેમ યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ