રાજકોટમાં પત્નિની હત્યાનો પ્લાન પતિએ દિવમાં ઘડ્યો તો: ભાઈ-ભાઈ સહિત 4 ઝડપાયા

ત્રીપુટી હત્યા કરી દિવ જતી રહી તી : પતિ લાશનો નિકાલ નહિ કરી શકતા કોહવાઈ ગઈ

બન્ને મકાન, ઘરેણા પત્નીનો પ્રેમી હડપ કરી જશે તેવી શંકાથી હત્યા કરાવી નાખી
પત્નીની હત્યા કરાવનાર પતિ આનંદની કેફિયત મુજબ, પત્ની ભારતી તેના પ્રેમી પ્રવિણ મેડિયા સાથે મૈત્રી કરારથી રહેતી હતી.અને છૂટાછેડા લઇને પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી. છૂટા છેડા માટે તેણે ચાર પુત્રીના (એક પુત્રીના લગ્ન થઇ ગયા છે) ભરણ પોષણ પેટે રૂ. 7 લાખ પતિને આપશે તેવું નક્કી કરીને 23 તારીને છુટાછેડા લઇ 7 લાખ ચૂકવી દીધા હતા. પૈસા લઇને છૂટા છેડા આપ્યા પછી અડધા કરોડની કિંમતના બે મકાન પત્નીનો પ્રેમી પોતાના નામે કરાવી લેશે એવી શંકા હોવાથી મિલકત હડપ કરવા હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

રાજકોટ તા. 2
આજી ડેમ નજીક સુંદરમ સોસાયટીમાં રહેતી ભારતી આનંદભાઇ સાકરીયા (ઉ.વ.41)ને ગળાટૂંપો આપીને હત્યા કર્યા બાદ બનાવને આપઘાતમાં ખપાવવા મૃતદેહને સાડીથી ફાંસો દઇ બારીમાં લટકાવી દેવાના ગુનામાં મૃતકના પતિ સહિત ચાર આરોપીને પોલીસે સકંજામાં લઇ લીધા છે. પાંચ પુત્રીની માતા ભારતીના નામે બે મકાન છે, પ્રેમી પ્રવિણ મેણીયા સાથે મૈત્રી કરાર કરનાર ભારતીએ છૂટાછેડા લેવા ઘરેણા ગીરવે મૂકીને પતિને 7 લાખ રોકડા આપ્યા હતા. પૈસા હાથમાં આવ્યા એ જ દિવસે પતિ આનંદ પેતી 4 પુત્રી, પિતરાઇ ભાઇ સંજય, ભાભી વર્ષા અને સંજયના સાગરીત ધવલને લઇને દીવ જલસા કરવા પહોંચી ગયો હતો. ભારતીના નામે બે મકાન હડપ કરવા આનંદે દિવમાં જ પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને હત્યાને અંજામ આપવા સંજય, વર્ષા, ધવલ તેમજ આનંદની 16 વર્ષની પુત્રી રાજકોટ આવ્યા પછી સંજયે પત્ની, સાગરીતની મદદથી ભારતીને ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધા પછી લાશને બારી સાથે લટકાવી મકાનને તાળા મારી ચારેય પરત દીવ પહોંચી ગયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

રિલેટેડ ન્યૂઝ