સૌરાષ્ટ્રમાં ડેન્જર્સ બનતો ડિસેમ્બર: કોરોનાથી વધુ 12ના મોત

રાજકોટ ઓલટાઇમ હાઇ : 158 સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં નવા 342 કેસ નોંધાયા

કોરોના મુકત દિવમાં ફરી 1 કેસ નોંધાયો

દીવમાં 18 નવેબ્બરના રોજ દીવ કલેકટર શ્રીમતી સલોની રાયએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દીવને કોરોના મુકત જાહેર કર્યુ હતું. પરંતુ આજરોજ ફરી એક કેસ આવતા દીવ જીલ્લામાં ખળભળાટ મચી ગઇ હતી. હાલ જ દીવમાં દિવાળીના ત્યોહારમાં પર્યટકોનો જમાવડો જોવા મળ્યો હતો. જેથી સતર્કતા દાખવતા દીવ પ્રશાસન દ્વારા દરેક પર્યટક સ્થળો પર સેનીટાઇઝર કરવામાં આવતું સાથે લોકોને માસ્ક માટે પણ 500 રૂપિયા દંડ વસુલવામાં આવતો આટલી સતર્કતા છતાં આજે એક પુરૂષ વેપારીમાં કોરોના પોઝીટીવ આવ્યું હતું તેમજ દીવ કોવિડ – 19 હોસ્પિટલ વિભાગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા સાથે તેમના નાના મોટા દરેક સભ્યોને પણ કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો તેમના ઘરને પણ સીલ કરવામાં આવ્યું હતું.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 2
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના ડિસેમ્બરમાં ડેન્જર્સ રૂપ ધારણ કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં 24 કલાકમાં વધુ 12 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નિપજયા છે. જેમાં રાજકોટમાં 10 અને જામનગરમાં 2 દર્દીના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત પોઝીટીવ કેસોની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સૌરાષ્ટ્ર – કચ્છમાં નવા 342 કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ઓલટાઇમ હાઇ રહ્યું છે આજે રાજકોટમાં 158, જામનગરમાં 38, ભાવનગરમાં 18, દ્વારકામાં 6, જૂનાગઢમાં 22, પોરબંદરમાં 12, મોરબીમાં 27, બોટાદમાં 3, સોમનાથમાં 8, સુરેન્દ્રનગરમાં 5, કચ્છમાં 28 અને અમરેલીમાં 17 નવા કેસ નોંધાયા છે.
મોરબીમાં નવા 27 કેસ
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 16 કેસોમાં 04 ગ્રામ્ય અને 12 શહેરી વિસ્તારમાં, વાંકાનેરના 07 કેસોમાં 04 ગ્રામ્ય અને 03 શહેરી વિસ્તારમાં, હળવદનો 01 કેસ, ટંકારાના 02 કેસ અને માળિયાનો 01 કેસ ગ્રામ્ય પંથકમાં મળીને જીલ્લામાં કુલ 27 કેસો નોંધાયા છે જયારે વધુ 11 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક 2731 થયો છે જેમાં 195 એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ 2368 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જૂનાગઢમાં વધુ 22 કેસ
જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર આજ સાંજ સુધીના 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં 11 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જુનાગઢ ગ્રામ્યના 1, કેશોદના 3, ભેંસાણ ના 2, માણાવદરનાં 3, માંગરોળના 1 અને વિસાવદરના 1 વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે કોરોના ની સારવાર લઈ રહેલા પૈકી જિલ્લાના 36 દર્દીઓને આજે ડિસચાર્જ કરવામાં આવ્યા હતા.
ભાવનગરમાં નવા 18 કેસ
ભાવનગર જિલ્લામા આજરોજ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,242 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 9 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 13 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે 2, મહુવા તાલુકાના ગોરસ ગામ ખાતે 1 તથા ઉમરાળા તાલુકાના પીપરલી ગામ ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 4 એમ કુલ 18 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 5,260 કેસ પૈકી હાલ 71 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,113 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
પોરબંદરમાં ચેમ્બર પ્રમુખ સહિત વધુ 12 કેસ
પોરબંદરમાં બુધવારે ફરી વખત કોરોના પોઝીટીવ કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને કુલ 1ર પોઝીટીવ કેસ શહેર અને રાણાવાવના મળીને નોંધાયા છ ેજેમાં ર3 થી 68 વર્ષ સુધીના લોકો કોરોના સંક્રમિત બન્યા છે અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના યુવા પ્રમુખ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેઓની સાથે તાજેતરમાં સંપર્કમાં આવેલા સૌ કોઇને પણ ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી.
પોરબંદરમાં બુધવારે નોંધાયેલા પોઝીટીવ કેસમાં શહેરના રોકડીયા હનુમાન, ઠક્કરપ્લોટ, બોખીરા, કમલાબાગ, રાધુન મંદિર પાસે, જલારામ કોલોની અને છાંયાના બે કેસ તેમજ રાણાવાવના વાડીપ્લોટમાં 4 પોઝીટીવ કેસ નોંધાયા છે તે રીતે અગાઉના 8પપ કેસ અને વધુ 1ર કેસ મળીને કુલ 867 પોઝીટીવ કેસ પોરબંદર ખાતે નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ પોરબંદર શહેર અને અન્ય જીલ્લાના મળીને 87 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દ્વારકામાં નવા 6 કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બુધવારે ખંભાળિયાના ત્રણ, ભાણવડના બે અને કલ્યાણપુરનો એક મળી કોરોનાના છ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દ્વારકાના સાત, ભાણવડના ત્રણ ખંભાળિયાના બે અને કલ્યાણપુરમાં એક સહિત કુલ તેર દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી હતી.
આ સહિત કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 44 રહ્યો છે. જ્યારે નોન કોવિડ મૃત્યુ આક એક દર્દીના વધારા સાથે 62 તથા કોરોનાના કારણે નવ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.

રિલેટેડ ન્યૂઝ