શહેરમાં કોરોના રસિકરણ માટે આયોજન

આરોગ્ય કર્મીઓ, પોલીસ અને ડોકટરોને પ્રથમ રસી આપી સુરક્ષિત કરાશે

9,430 ડોક્ટર, હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ અપાશે
કોરોના મહામારીની વેક્સિન ટૂંક સમયમાં પ્રાપ્ત થવાની હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન વિતરણ વ્યવસ્થા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં આવેલ 50 બેડ વાળી 12 હોસ્પિટલ તેમજ 3થી 30 બેડવાળી 150 હોસ્પિટલો તથા 3100 જનરલ ટેનિશ્યન, 1800 ઈન્ડિયન મેડીકલ એસો.ના ડોકટરો અને આયુર્વેદિક હોમીયોપેથીના 3પ00 ડોકટરો તથા મનપાના આરોગ્ય વિભાગ અને અન્ય સ્ટાફ સહિત અંદાજે 9,430 હેલ્થ વિભાગ સાથે જોડાયેલા લોકોને પ્રથમ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

3રાજકોટ તા.3
કોરોના મહામારી પરાકાષ્ટાએ પહોંચી છે. ત્યારે જ અમદાવાદ ખાતે કેડીલા ફાર્મા દ્વારા રસીનું પરિક્ષણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરી વેક્સિન અંગેની તમામ માહિતી એકત્ર કર્યા બાદ ટૂંક સમયમાં નાગરિકોેને રસી વિતરણ થશે તેમ જણાવતાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં વેક્સિન વિતરણ અંગેની વ્યવસ્થા ગોઠવવાની તૈયારી આરંભી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ પણ વેક્સિન વિતરણ માટેની ટીમો બનાવવાની તેમજ વિતરણ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી છે.
મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, સંભવત: બે માસમાં કોરોનાની વેક્સિન લોકોને મળવાની હોય તેમજ વડાપ્રધાન દ્વારા કોરોના વેક્સિન વિતરણ માટે તૈયારી કરવાની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવતાં વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાય અને દરેક લોકોને તેનો લાભ મળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ પણ તૈયારી આરંભી છે. વોર્ડ વાઈઝ વેક્સિન વિતરણ માટે ટીમ તૈયાર કરવામાં આવશે. જેના માટે આગામી સપ્તાહમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઝોન વાઈઝ તેમજ વોર્ડ વાઈઝ મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગના તમામ ડોકટરો અને હેલ્થ વર્કરોની યાદી પણ તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ વાઈઝ વોર્ડ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ ડોર ટુ ડોર જરૂરીયાત મુજબ વેક્સિન વિતરણ થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. શહેરમાં પ્રેક્ટિસ કરતાં ખાનગી ડોકટરો તેમજ હોસ્પિટલોના ડોકટરો અને નર્સ સહિતના સ્ટાફને પ્રથમ વેક્સિનનો લાભ મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હાલ રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય મહાનગરપાલિકાએ તૈયારીઓ આરંભી છે. કમિશ્નરે વધુમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓની યાદી તૈયાર છે. જ્યારે હાલમાં કોરોના અંતર્ગત ડોર ટુ ડોર કામગીરી કરતાં હેલ્થ વર્કર તેમજ આશાવર્કરો કે જેઓ મોટાભાગના કોન્ટ્રાકટ બેઈઝ ઉપર ફરજ બજાવતા હોય એજન્સીઓને તમામ કર્મચારીઓનું લીસ્ટ બનાવવાની સુચના આપી દેવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગની રાજકોટ શહેરમાં આવેલ 3100થી વધુ ક્લિનિકમાં ફરજ બજાાવતા ડોકટરો તેમજ અન્ય સ્ટાફનું લીસ્ટ બનાવવાની જવાબદારી આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે. તેમજ 162 હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોકટરો નર્સ તેમજ અન્ય સ્ટાફનું પણ અલગથી લિસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવી છે. નેશનલ એક્રેડીટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડરોને પણ પ્રથમ વેક્સિન આપવામાં આવશે. તેમજ ઈન્ડિયન મેડીકલ એસો.ના 1800થી વધુ ડોકટરોને પ્રથમ વેક્સિનનો લાભ પ્રાપ્ત થશે.

રિલેટેડ ન્યૂઝ