શહેરના યુનિ.નુ કાલાવડ રોડ ઉપરના રેસ્ટોરન્ટ ધાબામાં ફુડ તંત્ર ત્રાટકયું

માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સના પાલન માટે તાકીદ અપાઇ

રાજકોટ તા,3
કોરોના વાયરસ (કોવિડ- 19)ની પરિસ્થિતિની રોગચાળા અટકાયત માટે સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તા્રમા આવેલ હોટલ-રેસ્ટોરન્ટ્ની ચકાસણી ઝુંબેશ હાથ ધરવામા આવેલ. જે અંતર્ગત આજરોજ ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા હોટલ રેસ્ટોરન્ટોમાં સોશિયલ ડીસ્ટન્સ માસ્ક અને 50 ટકા ગ્રાહક કેપિસીટી સહિતના નિયમોનું પાલન કરાવવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આજથી ત્રણેય ઝોનમાં આવેલ મુખ્ય હોટલો અને રેસ્ટોરન્ટોમાં ખાદ્યપદાર્થ તેમજ કોરોના અંતર્ગત ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. દરેક રેસ્ટોરન્ટમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ કામ કરતાં તમામ કર્મચારીઓએ માસ્ક પહેરવું તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં આવનાર ગ્રાહકોનું થર્મલ ગનથી ટેસ્ટીંગ કરવું તેમજ સેનેટાઈઝર કરવા સહિતના નિયમોનું પાલન કરવું અને રેસ્ટોરન્ટમાં ક્ષમતા મુજબ 50 ટકા ગ્રાહકોને જ જગ્યા ફાળવવી જ્યારે હોટલ રેસ્ટોરન્ટમાં તૈયાર થતાં ખાદ્ય પદાર્થોનું ચેકીંગ કરી શંકાસ્પદ જણાય તે પ્રકારના ખાદ્યપદાર્થના સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે મુખ્ય બજારોમાં આવેલ ખ્યાતનામ 13 હોટલ રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સખ્ત સૂચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ખ્યાતનામ હોટલ અને રેસ્ટોરનટમાં ખાદ્યપદાર્થો તેમજ કોરોનાની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તે મુદ્દે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ફૂડ વિભાગ દ્વારા પ્રેમમંદીર પાસે સંકલ્પ રેસ્ટોરેન્ટ, વિમલનગર મે.રોડ પર હરીઓમ ફાસ્ટરફુડ, તથા આકાશવાણી ચોક વિસ્તાપરમા આવેલ કાકા.કોમ, ઓમસાંઇ રેસ્ટો., ન્યુ્ નેશનલ રેસ્ટોટ., બાપા સિતારામ ગુજરાતી થાળી, ઠાકરધણી રેસ્ટોર., તથા યુનિવર્સીટી રોડ વિસ્તારમા આવેલ માહિસ્મશતી રેસ્ટો., કિસ્મેત રેસ્ટોઇ., મેગી સેન્ટસર, દ્વારકાધીશ હોટલ, નારણભાઇ ભેળવાળા, આશાપુરા રેસ્ટોપ., મહાદેવ હોટલ, લક્કી રેસ્ટો., વીલીયમ જોન્સટ પીઝા, મીચીઝ રેસ્ટો., પીઝા ક્ધટ્રી , ઇન્ફીકનીટી રેસ્ટોો., તથા કાલાવડ રોડ વિસ્તા્રમા આવેલ શ્રીજી હોટલ, સબ વે, સરદાર કા ધાબા, ઓનેસ્ટા, ચાઇ-ચાઇ, બેસ્ટો મયુર ભજીયા ને ચકાસણી કરી ગાઇડલાઇનનુ ચુસ્તવપણે પાલન કરવા સુચના આપેલ.

રિલેટેડ ન્યૂઝ