આજે ત્રિકોણબાગ કા રાજા, ફોર્ચ્યુન ખાતે રક્તદાન કેમ્પ

રાજકોટ તા,11
થેલેસેમિયાયુકત બાળકો, કેન્સર, કિડની તથા જરૂરિયાતમંદ દર્દીઓને પુરતુ બ્લડ મળી રહે તેવા શુભઆશયથી સવારે ફોરર્યુન સેરેનિટી એપાર્ટમેન્ટ અને સાંજે ત્રિકોણબાગ કા રાજા અને શ્રીમદ્ રાજચંદ્ર સેવાગ્રુપના સંયુકત ઉપક્રમે તા.12/9/21 રવિવારે સવારે 10થી 1 સુધી, ફોરર્યુન સેરેનિટી ફલેટ, ઓફીસ હોલ, ઘંટેશ્ર્વર હોટલ પછી, ગંગા-જમના ફલેટ સામે, જામનગર હાઈવે મેઈન રોડ અને સાંજે 6 થી 9 વાગ્યા સુધી ત્રિકોણબાગ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં ફોરર્યુન સેરેનિટી પરિવારના અંકિતભાઈ શાહ, રચનાબેન રૂપારેલ, ત્રિકોણબાગ કા રાજાના જીમ્મીભાઈ અડવાણી, ગણેશ મહોત્સવ સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર સેવાગ્રુપના વિજય જસાણી (94282 00660), સતિષ સાગઠિયા, નલીન શાહ, વૈભવ વખારિયા તથા એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. તો રકતદાતાઓને રકતદાન કરવા અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ