મોરારિબાપુને નવા CM નરવા અને ગરવા લાગે છે

રાજકોટ, તા. 14
મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરવામાં આવતા પૂ. મોરારીબાપુએ આ નિમણૂકને આવકારી છે અને નવનિયુકત મુખ્યમંત્રીને પશ્ચિમ બંગાળના દાર્જિલીંગ ખાતે આયોજીત શ્રી રામકથા દરમિયાન શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પત્ર પણ પાઠવ્યો છે. પૂ. મોરારીબાપુએ પાઠવેલા સંદેશામાં જણાવ્યુ છે કે આપણા નરવા અને ગરવા ગુજરાતના મુખ્યમંત્રી પદે આપણી વરણી થઈ એની ખૂબ જ વધાઈ અને શુભકામનાઓ. આપની સેવા સફળ અને સુદ્રઢ રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના તેમ પૂ. મોરારીબાપુએ અંતમાં જણાવ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ