ઓકટોબરમાં કપાસના વિકમી ભાવ બોલાવવાની સંભાવના

નવી આવકમાં 1500 સુધીના ભાવ મળી શકે છે

રાજકોટ તા.15
આ વખતે કપાસના સારા ભાવ મળી શકે છે હાલમાં ક્વોલિટી મુજબ ભાવ રૂ. 1100-1400 ભાવ મળી રહ્યા છે. ત્યારે પ્રથમ વખત ઓક્ટોબરમાં કપાસના વિક્રમી ભાવ બોલાય શકે છે જેમાં નવી આવકોમાં નવા ભાવ રૂ.1300થી 1500 રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
મહત્વનું છે કે ગત વર્ષે 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર હતું જ્યારે આ વર્ષે 22.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જો કે નવા બિયારણના કારણે કપાસના ઉત્પાદનમાં વધારો નોંધાઈ શકે છે. ગયા વર્ષે ગુજરાતમાં 60 લાખ ગાંસડી ઉત્પાદન હતું તેની સામે આ વર્ષે ઉત્પાદન 75 લાખ ગાંસડી પહોંચવાની શક્યતા જોવા મળી રહી છે.
આમ આ વખતે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોટનની માંગ ઊંચા સ્તરે છે તો કોટન યાર્ન નિકાસમાં 30 ટકાથી વધારે ઉછાળો આવ્યો છે જો કે ભાવ વધારા 15 ડિસેમ્બર ઘટી શકે છે કપાસના ભાવ પ્રતિ દિવસ 55 હજાર ગાંસડી આવક ચાલુ થતાં ભાવ ઘટવાની શક્યતા જોવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ