રાજકોટમાં પતિના ત્રાસથી પત્નીએ ઝેરી ટીકડા ખાધાં

નવાગામમાં પરિણીતાએ ફીનાઈલ પીધું

રાજકોટ તા.15
શહેરમાં મોરબી રોડ પર આવેલા કોઠારીયા આણંદપરમાં રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. તેણીને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર, મોરબી રોડ ઉપર આવેલા કોઠારીયા આણંદપરમાં રહેતી અનિતાબેન જયેશભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતાએ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે વધુ પડતાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. તેણીને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછતાછમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી જઈ તેણીએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં, શહેરની ભાગોળે આવેલા નવાગામમાં આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી અફસાનાબેન હુસેનભાઈ ગામેતી નામની 27 વર્ષની પરિણીતાએ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી લીધું હતું. તેણીને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ