એરપોર્ટ પર ગોવાની ફલાઇટ ક્ષતિગ્રસ્ત થતાં મુસાફરો હેરાન

મુંબઇની ફલાઇટ સવા કલાક મોડી પહોંચી

કનેક્ટેડ ફ્લાઈટના યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડી
સાંજે હૈદરાબાદ- ગોવા જનારી ફ્લાઇટ મોડી હોવાથી જેમને કનેક્ટેડ ફ્લાઇટ કે ટ્રેન હતી તેમને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. આ અંગે યાત્રિક રાજેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે તેઓ સમયસર એરપોર્ટ પર આવી ગયા હતા, પરંતુ સાંજના 8.00 સુધી ફ્લાઇટ ટેક ઓફ થઈ નહોતી. એની સાથે આવેલી 81 વર્ષની માતાને રાહ જોવી પડી હતી.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.16
રાજકોટ એરપોર્ટ ઉપર બુધવારેબપોરે ગોવા જતી ફ્લાઈટમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા ફ્લાઈટને કેન્સલ કરવી પડી હતી તો ઈન્ડિંગોની મુંબઈની ફ્લાઈ પણ સવા કલાક મોડી પડી હતી અને મુસાફરોને રન-વે ઉપર જ ઉતરવાની ફરજ પડી હતી. ગોવા જનારા 60 મુસાફરો 4 કલાક સુધી એરપોર્ટ ઉપર રઝળી પડ્યા હતા. રાજકોટ એરપોર્ટ ઉપર બુધવારે બપોરે ગોવા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ફ્લાઇટને કેન્સલ કરવી પડી હતી. સ્પાઈસ જેટની ફ્લાઇટમાં ગોવા જનારા 60 મુસાફરને 4 કલાક સુધી રઝળાવ્યા બાદ એરલાઈન્સે કહ્યું, હવે ફ્લાઈટ ટેક ઓફ નહીં થાય તો સાંજે ગોવા જતી ફ્લાઇટ પણ એના નિયત સમય કરતાં મોડી હતી, જેને કારણે સાંજે મેડિકલ ચેકઅપ માટે હૈદરાબાદ જનારા યાત્રિકો હેરાન થયા હતા. સાંજની ફ્લાઈટ પણ એના નિયત સમય કરતાં 1.15 કલાક મોડી પડી હતી.સામાન્ય રીતે ગોવાની ફ્લાઈટ બપોરે 2.00 કલાકે ટેક ઓફ થાય છે અને હૈદરાબાદ અને ત્યાંથી ગોવા જાય છે, પરંતુ બુધવારે ઉડાન પૂર્વે જ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી, જેથી એ પાર્કિંગ પર પડી હતી. બે કલાકની મથામણ બાદ ફ્લાઇટ રિપેર ન થતાં એને આખરે કેન્સલ કરવી પડી હતી. જોકે એરલાઈન્સે આ અંગેની જાણ મુસાફરોને કરી નહોતી, જેને કારણે મુસાફરો સાંજના 6.00 સુધી રાહ જોઇને બેઠા હતા. આ સિવાય સ્પાઈસ જેટની સાંજની 7.45ની ફ્લાઈટ પણ લેટ ટેક ઓફ થઈ હતી, જેને કારણે યાત્રિકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ