ભાજપ પક્ષે નો રિપીટનો થિયેરી અપનાવી નવો ચીલો ચિતર્યો

નવા ચહેરાને જવાબદારી સોંપી ઘરે આવ્યો છું : રૂપાણી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 16
આ રીલ રેસ છે. ભાજપનો નો રીપીટની પોલીસીને માને છે અને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ નવા મંત્રી મંડળે પણ શપથ લઇ લીધા છે.
ભાજપ પક્ષે રિપીટની થિયરી અપનાવી નવો ચીલો ચીતત્યો છે
હવે હળવાશ આનંદ, અનુભવુ છુ એમ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ જણાવ્યું હતું. ગત શનિવાર તા. 11મીએ રાજીનામું આપી દીધા બાદ આજે રાજકોટ આવેલા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું હતુ કે નવા પ્રધાનોને કામ સોંપીને આવ્યા છીએ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત વધુને વધુ પ્રગતિ કરશે એવી મહેચ્છા વ્કત કરી હતી.
ઘેર આવતાની સાથે જ પરિવારજનોએ તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે નિતિનભાઇ ભારદ્વાજ નિરજભાઇ પાઠક વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા.
રૂપાણી ગાંધીનગરમાં જ રહેશે.
ગુજરાત રાજકારણમાં આવેલા અણધાર્યા વળાંકના કારણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી પદ છોડવું પડયું છે પરંતુ તેમણે ગાંધીનગરને હેડકવાર્ટર બનાવવાની જાહેરાત કરી છે અને તેઓ ગાંધીનગરમાં જ રહેનાર હોવાથી રાજકોટ શહેર – જિલ્લાનું રાજકિય ગતવિધિઓનું કેન્દ્ર હવે ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાનું નિવાસ સ્થાન બનશે તે નિશ્ર્ચિત મનાય છે. સરકારમાં રજુ કરવાની યોજનાઓ વિજયભાઇ મારફતે રજુ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

રિલેટેડ ન્યૂઝ