વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમ

રાજકોટ તા.16
ભારતના લોકપ્રિય તેમજ વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા અને સમર્પણ અભિયાનકાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ વધુમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે,વિશ્વનાસૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ તા.17 સપ્ટેમ્બરના રોજ છે. વડાપ્રધાન હંમેશા ગરીબ, વંચિત, દલિત, આદિવાસી, પછાત વર્ગ તેમજ કિસાનોના કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે. દશકો પછી સમાજના આ વર્ગોની વાત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની આ સરકારમાં સંભળાઈ રહી છે અને તેઓ પોતાનાઓની આંકાક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે સશક્ત થયાછે.સુખદ સંજોગ છે કે આપણા સૌના યશસ્વી નેતા નરેન્દ્રભાઈ મોદીના વહીવટી નેતૃત્વને (ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ભારત સરકારના વડાપ્રધાન તરીકે) જનતા જનાર્દનના આશીર્વાદથી તા.07 ઓક્ટોબર,2021ના રોજ યશસ્વી 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તા.07 ઓક્ટોબર,2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું અને વર્ષ 2014માં વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન બન્યા. લોકતંત્રમાં જનનાયકના રૂપે આવો અવસર બહુ જ ઓછા લોકોને મળે છે, આપણા વડાપ્રધાનની સતત વધી રહેલ લોકપ્રિયતાનું આ પરિણામ છે.આ કાર્યક્રમોમાં બુથ સ્તરના કાર્યક્રમોમાં પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ, નમો એપ ડાઉનલોડ, સેવા કાર્ય, રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ, નદી-તળાવ સફાઈ, પ્લાસ્ટિક હટાવ, વૃક્ષારોપણના પર્યાવરણ સંબંધી કાર્યક્રમો, રક્તદાન, ચિકિત્સા શિબિર, રસીકરણ જેવા સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમો, ફળફળાદી વિતરણ, દીવ્યાંગોને સહાયતા, રાશન બેગ વિતરણ જેવા સેવાકીય કાર્યો, પ્રદર્શની, ઈ-સત્ર, હોલ મીટીંગ, અને હોર્ડિંગ દ્વારા પ્રચાર-પ્રસારના કાર્યક્રમો, લેખ, ચર્ચા અને સંવાદ જેવા મીડિયા વિભાગના કાર્યક્રમો, પ્રશંસા પત્ર અને ઇન્ફોગ્રાફિક્સ જેવા સોશીયલ મીડિયા સંબંધી કાર્યક્રમો યોજાશે. તા.17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગામે ગામ આવેલરામમંદિર ખાતે સામુહિક આરતીનો કાર્યક્રમ, તા.25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળજીની જન્મજયંતી, તા.2 ઓક્ટોમ્બરના રોજ ગાંધીજયંતી નિમિતે દરેક ખાદી સ્ટોલ પર મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સામુહિક રીતે ખાદી ખરીદવામાં આવશે.આમરાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસેસેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમો દ્વારા ઉજવવાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ-મીડિયાવિભાગના ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની યાદીમાંજણાવે છે.

રિલેટેડ ન્યૂઝ