રાજકોટ : પતંગ બજારમાં મંદી, વેપારીઓની પતંગ ઉડતા પહેલાં જ કપાઈ હોય તેવી સ્થિતિ

રાજકોટ : મકર સક્રાંતિ ના તહેવાર આડે હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હજુ પણ જોઈએ તેવો ખરીદીનો માહોલ જામ્યો નથી. ઘણા સમયથી મંદીમો માહોલ દરેક ક્ષેત્રમા પ્રવર્તતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની સદર બજારમાં પણ તેજીના માહોલની જગ્યાએ સુસ્તીનો માહોલ દેખાઈ રહ્યો છે. જો કે એવા ઘણા રાજકોટીયનો છે કે જેમને કોઈ પણ પ્રકારની મંદી તહેવારને ઉજવવામાં નથી નડી રહી. એક વાત ચોકક્સ છે કે ઉચરાયણના તહેવારના દિવસે લોકો પોતાના પતંગ ચોકક્સ ઉડાવશે પરંતુ વેપારીઓના પતંગ ઉડશે કે કેમ તે જોવુું મહત્વનુ રહેશે.

ઉત્તરાયણના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે. ત્યારે રાજકોટની પતંગ બજાર ગણાતી એવી સદર બજાર માં પતંગ અને ફીરકી માં અવનવી વેરાયટીઓ પણ આવી છે. પરંતુ હજુ પણ ખરીદીના માહોલમાં સુસ્તી દેખાઈ રહી છે. સૌ કોઈ આ તહેવારને વધાવી લેવા આતુર હોઈ છે. દર વર્ષે રાજકોટના સદર બજાર ચોક ખાતે લોકોનુ મહેરામણ ઉમટી પડતુુ હોઈ છે પતંગની ખરીદી માટે. જો કે આ વખતે ક્યાંકને ક્યાંક મંદીની અસર પણ જોવા મળી રહી છે. તો કેટલાંક લોકો માને છે કે રાજકોટીયનોને કોઈ પણ પ્રકારની મોંઘવારી કે મંદીની અસર મોજ કરવામાંં નડતી નથી.

રિલેટેડ ન્યૂઝ