રાજકોટ પોલીસે લગ્નવાંછુકો ને લૂંટતી લૂંટારી દુલ્હન સહિત બે ની કરી ધરપકડ

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જંકશન પ્લોટ માં રહેતા એક યુવાને ચાર દિવસ પૂર્વે નાગપુર ની છોકરી સાથે લગ્ન કર્યા હતા. છે લગ્ન કર્યા નાં ત્રણ દિવસમાં જ યુવતી રોકડ દાગીના મોબાઇલ સહિત ની વસ્તુઓ લઈ નાસી ગઈ હતી. જે બાદ યુવાનના પરિવારજનો એ યુવતી ની ભાળ મેળવવા અનેક કોશિષ કરી હતી. જો કે તેમાં તેમને સફળતા હાથ લાગી નહોતી. જેથી પોલીસ અને સામાજિક કાર્યકરે નાસી ગયેલી લૂંટેરી દુલ્હન ને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. જે છટકામાં લૂંટેરી દુલ્હન ફરી એક વખત નવા યુવક સાથે કોર્ટમાં લગ્ન કરવા આવતાં પોલીસે તેને ઝડપી પાડી છે. તો સાથે જ અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.

પોલીસે લુટેરી દુલ્હન સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ પણ નોંધી છે. ત્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર રવાના પણ કરી છે. મીડિયાના મારફતે પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારે જો આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો તે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે.

રિલેટેડ ન્યૂઝ