રાજકોટમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 50થી વધુ લોકોને ઈજા

રાજકોટ : શહેરમાં મકર સંક્રાંતિને દિવસે પતંગના દોરાથી ઇજા થવાના 50 જેટલા બનાવો સામે આવ્યા હતા. શહેરની સિવિલ હોસ્પિટલમાં દોરીથી ઈજા થવાના અલગ અલગ બનાવો નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલમાં ખાસ ઓપરેશન થિએટરમાં દોરથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં સવારથી મોડી સાંજ સુધી દોરીથી ઇજાગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી હતી. મકર સંક્રાંતિના દિવસે સિવિલ હોસ્પિટલના ઇએનટી સર્જરીના તબીબો, નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી વોર્ડનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

સામાન્ય રીતે રાજકોટમાં મકર સંક્રાંતિના દિવસે અલગ અલગ વિસ્તારોમાં પતંગના દોરી ઈજાગ્રસ્ત થનારા વ્યક્તિઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ઘણા લોકોને સામાન્ય તો ઘણા લોકોને શરીરના ભાગોમાં ઈજાઓ પહોચી હતી.

સિવિલ હોસ્પિટલમાં દોરીથી ઈજાગ્રસ્તો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફક્ત રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો શહેરમાં આવતા હોય છે. ખાસ કરીને મકર સંક્રાંતિ પર મિત્ર કે સગા સંબંધીઓના ઘરે પતંગ ચગાવવા માટે આવતા હોય છે. આવા સંજોગોમાં શહેરના રસ્તાઓ કે હાઈવે પર દોરીથી ઇજાના બનાવો સામે આવ્યા છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓને દોરીથી ઈજા થયાના કેસો સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા છે. હતો

રિલેટેડ ન્યૂઝ