રાજકોટ : ઉત્તરાયણનાં દિવસે બે જૂથ વચ્ચે લાકડી, સોડા બોટલ સાથે મારામારી,વિડીયો વાયરલ

રાજકોટ : ઉત્તરાયણનાં દિવસે એટલે કે ગઇકાલે 14મી જાન્યુઆરીનાં દિવસે બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ બે જૂથો પાડોશી છે. અને તેમણે એકબીજા સાથે છૂટા હાથે મારામારી કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, શહેરનાં આરએમસી વેસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા એકબીજાનાં જૂથો પર કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બંન્ને તરફથી ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ