રાજકોટમાં મસ્તીમાં થયેલ ડખ્ખામાં ચાર શખ્સોએ યુવકને છરીના ઘા ઝીકી રહેંસી નાખ્યો

રાજકોટ તા.20
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે શહેરના રણુજા મંદિર પાસે રાત્રે આઠેક વાગ્યે મિત્રો સાથે ઉભેલા બાવાજી યુવકને મસ્કરીમાં ગાળો બોલવા બાબતે ડખ્ખો થતા ચાર શખ્સોએ ઝઘડો કરી છરીનો એક ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા આજી ડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી
રાજકોટના કોઠારીયા રોડ ઉપર ગોકુલ પાર્કના ગેઇટ પાસે રણુજા મંદિર નજીક રાત્રે આઠેક વાગ્યે એક યુવકને ચાર જેટલા શખ્સો છરીથી હુમલો કરી નાશી છૂટ્યા હોય અને યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાની જાણ કંટ્રોલમાં કરવામાં આવતા આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડા, પીએસઆઇ એમ જે રાઠોડ સહિતનો કાફલો દોડી ગયો હતો પરંતુ હોસ્પિટલે ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે વિગતો આપતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર રાહુલ ઉર્ફે રાજુ સુરેશભાઈ ગોસ્વામી ઉમર 24 વાવડી ગામનો હતો અને તે લાલાભાઇ ભરવાડની કંપનીમાં રિકવરી અને સિઝિન્ગનું કામ કરતો હતો રાત્રે તે તેના બે મિત્રો પ્રતિપાલસિંહ જાડેજા અને મયુર કુહાડીયા સાથે અન્ય ચાર મિત્રો જયુ મંડ, દિવ્યેશ લાવડીયા, દિવું જાડેજા અને દેવો જાડેજા સાથે ઉભો હતો ત્યારે જ્યું, દિવ્યેશ, દીવો અને દેવા સાથે મસ્કરી કરતા હતા અને મસ્તીમાં ગાળો બોલતા ચારેય શખ્સોએ ઝઘડો ચાલુ કર્યો હતો અને ચાર પૈકી કોઈ એક શખ્સે છરી કાઢી રાહુલને છરીનો એક ઘા ઝીકી દીધો હતો અને અન્ય બે મિત્રો પ્રતિપાલસિંહ અને મયુર પાછળ પણ દોડતા તેઓ ભાગી ગયા હતા અને રાહુલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો બાદમાં મિત્રોએ જ પરત આવી 108 મારફતે હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું રાહુલને એક જ ઘા પડખામાં માર્યો હતો જે જીવલેણ સાબીત થયો હતો પોલીસે મૃતકના પિતા સુરેશભાઈ કે જેઓ વાવડી ગ્રામ પંચાયત કચેરીમાં વાયરમેન તરીકે સરકારી નોકરી કરે છે તેઓની ફરિયાદ નોંધવા અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે યુવાનના મોતથી ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે

ચાર દિવસ પહેલા જન્મદિવસ હતો
હત્યાનો ભોગ બનેલ રાહુલ ગોસ્વામીનો ચાર દિવસ પૂર્વે એટલે કે ગત તારીખ 16 જાન્યુઆરી 1996ની જન્મતારીખ મુજબ જન્મદિવસ હતો કોને ખબર હતી કે આ જન્મદિવસ તેનો અંતિમ જન્મદિવસ હશે

રિલેટેડ ન્યૂઝ