જસદણના ડોડીયાળા ગામેથી ગૌમાંસ સાથે પાંચની ધરપકડ

જસદણ તા.20
જસદણ તાલુકાના ડોડીયાળા ગામેથી વાછરડાની કતલ કરી ગૌમાસ તેમજ કતલ માટેના હથિયારો સાથે પાંચ આરોપીની આટકોટ પોલીસે ધરપકડ કરી છે.
બનાવની વિગતો મુજબ બાબરાના જીન પ્લોટ વિસ્તારમાં રહેતા ક્ષત્રિય ગજેન્દ્રભાઈ ભુપતભાઈ શેખવા એ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેને પગલે રાજકોટ પીએસઆઇ કે.પી. મેતા સહિતના સ્ટાફે જસદણ તાલુકાના ડોડીયાળા ગામેથી નદીમાંથી પંદર કિલો ગૌમાશ તેમજ છરી, કોઈતો, કુવાડા વગેરે સાથે ગોંડલના સાંઢિયા પુલ પાસે રહેતા અનિલ કાળુ ચૌહાણ, દેવરાજ કાળુ ચૌહાણ, તેમજ ચોટીલાના રાણીપાટ ગામે રહેતા ગણપત વના સીંધવ, રઘુ ઘુડા સીંધવ અને રસીદ ઘુડા સિંધવ એમ કુલ પાંચ આરોપીઓની ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ની વિવિધ કલમો તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરીને રૂપિયા બારસો ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ આરોપીઓ કતલખાના ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે રિમાન્ડ માંગતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રાજકોટ પીએસઆઇ કે.પી મેતાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ