સી.એ.ની ફાઇનલમાં રાજકોટનો રૈવત શાહ રાજ્યમાં પ્રથમ નંબરે

રાજકોટ તા,22
સી.એ. ફાઈનલનું પરિણામ ગત 16મી જાન્યુઆરીએ ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું. જેમાંં રાજકોટના પ્રતિષ્ઠિત વ્યવસાયી પાવનભાઈ શાહ અને સાધનાબેન શાહનો પુત્ર રૈવત શાહ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 23મા ક્રમે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમક્રમે આવ્યો હતો. રૈવતએ સી.એ. દિપકભાઈ રિંડાણીને ત્યાં 3 વર્ષની આર્ટીકલશીપ સમાપ્ત કરી લીધી છે અને ભવિષ્યમાં રાજકોટમાં જ પ્રેક્ટિસ કરશે તેવુ જણાવ્યુ હતું. ચાર દિવસ પહેલા આઈસીએઆઈ દ્વારા સી.એ. ફાઈનલના ઓલ્ડ અને ન્યુ કોર્સનું પરિણામ જાહેર થયું હતું. આ ફાઈનલ પરીક્ષામાં 5400 ઉમેદવાર ઉતીર્ણ થઈને સી.એ. બન્યા છે. આ સી.એ. ફાઈનલની પરિક્ષામાં રાજકોટના વિદ્યાર્થી રૈવત શાહે 800માંથી 531 ગુણ મેળવી અને રાજકોટનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. રૈવતને સીપીટીમાં 200માંથી 171 અને આઈપીસીમાં 700માંથી 457 ગુણ મેળવ્યા હતા. રૈવત પરિક્ષા દરમિયાન રોજ 7થી 8 કલાક વાંચન કરતો હતો અને છેલ્લે રોજની 12 કલાકની મહેનતથી 23 વર્ષની ઉંમરે રૈવતે સી.એ. ફાઈનલની પરિક્ષામાં ઓલ ઈન્ડિયામાં 23મો ક્રમ મેળવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ