વિછિયામાં પજવણીનો ભોગ બનેલી ધો.11ની છાત્રાએ ફિનાઇલ ગટગટાવી શાળાએ આવતી-જતી વેળાએ છેડતી કરતા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ

રાજકોટ તા,24
વીંછિયા પંથકમાં સુરક્ષાના નામે મીંડુ હોય તેમ પોલીસની આબરુના આવારા તત્વોએ લીરા ઉડાડયા હોય તેમ વીંછિયામાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રાએ પજવણીથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર વીંછિયામાં આવેલી સત્યજીત સોસાયટીમાં રહેતી અને વીંછિયામાં આવેલી એમ.બી.અજમેરા હાઈસ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી હેતાલીબેન હિમાંશુભાઈ ચોટલિયા નામની 17 વર્ષની સગીરાએ અજય વાલાણી નામનો શખ્સ હેરાન કરતો હોય તેના કારણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સગીરાના પિતા હિમાંશુભાઈ ચોટલિયાની પ્રાથમિક પુછતાછમાં હેતાલીબેન ચોટલિયા ત્રણ બહેનોમાં મોટી અને ધો.11માં અભ્યાસ કરે છે. હેતાલી ચોટલિયા સ્કૂલે જતી હોય કે આવતી હોય તે દરમિયાન અજય વાલાણી નામનો કોળી શખ્સ તેણીની પજવણી કરતો હતો. બે દિવસ પૂર્વે અજય વાલાણીએ હેતાલી ચોટલિયાની સાયકલને આંતરી લગ્ન કરવાનું કહી ધમકી આપી હતી. અજય વાલાણીની ધમકી અને પજવણીથી કંટાળી હેતાલીબેન ચોટલિયાએ ફિનાઈલ પી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે વીંછિયા પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ