હરીપરપાળ ગામે સંત વેલનાથ બાપુ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

રાજકોટ,તા.24
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા લોધીકા તાલુકાના હરીપરપાળ ગામે આગામી 27થી 29મી જાન્યુઆરી સુધી ત્રિદિવસીય સંત વેલનાથ બાપુ લાખેશ્ર્વર મહાદેવ પરિવાર દશામાં દેવી મૃતિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં તા.27મી જાન્યુઆરીના સવારે 8 કલાકે હેમાદ્રી સંકલ્પ 10 કલાકે જલયાત્રા, 11-30 કલાકે ગણપતિ પુજન, 12-30 કલાકે ગૃહશાંતિ અને સાંજે 4 કલાકે સંતોના સામૈયા થશે. બીજા દિવસે 28મી જાન્યુઆરીએ સવારે 8 કલાકે દેવોની પુજા 10 કલાકે વાસ્તુ યજ્ઞ બપોરે 2 કલાકે નગરયાત્રા સાંજે 4-30 કલાકે ધાન્યાધીવાસ અને સાંજે 4-40 કલાકે ઉતર પૂજન કરવામાં આવશે. ત્રીજા દિવસે 29મી જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે મુર્તિની સ્થાપના વિધિ 10 કલાકે કુટીર હોમ બપોરે 2 કલાકે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે 4-30 કલાકે બીડુ હોમવામાં આવશે.
આ તમામ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી પરેશ પંડયા અને વિમલ પંડયા શાસ્ત્રોકત વિધિ કરાવશે. આ ઉપરાંત 27મી જાન્યુઆરીએ રાતે 9-30 કલાકથી ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં લોક ગાયક ખીમજીભાઇ ભરવાડ, ભોજાભાઇ ભરવાડ અને સોનલબેન ઠાકોર ભજનની રમઝટ બોલાવશે. આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બપોરે 11 કલાકે અને સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જુનાગઢ વેલનાથ જગ્યાના મહંત મંગલેીરી બાપુ, અલીયાબાળા નકલંક મંદિર રણુજાધામના મહંત રામદાસબાપુ, વવાણીયા રામબાઇ આશ્રમના મહંત જગન્નાથબાપુ ગુરૂ લખીરામજીબાપુ, લાપાસરી બાલકનાથ ગૌશાળાના મહંત યોગી છિપ્રનાથજી બાપુલ ગુરૂ ભોલાનાથજીબાપુ, હલેન્ડા ભુતનાથ મંદિરના મહંત નવનાથબાપુ ગુરૂ નારાયણનાથબાપુ, વાવડી દેવંગી આશ્રમના મહંત મુન્નાબાપુ ગુરૂ કરશનદાસબાપુ રાજકોટ મોજ આશ્રમના અમરશીભાઇ તેમજ કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા સાંસદ મોહનભાઇ કુંડારીયા સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ધ્રાંગધ્રા- હળવદના ધારાસભ્ય પરશોતમભાઇ સબરીયા અને લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશ.. આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિકોને ઉમટી પડવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ