રાજકોટ હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ અનિલ જીતીયાને ચંદ્રક એનાયત કરાશે


રાજકોટ, તા.24
રાજકોટ શહેર હોમગાર્ડઝ દળમાં પ્લાટુન સાર્જન્ટ તરીકે માનદ સેવા આપતા અનીલભાઇ મનુભાઇ જીતીયાને તેઓની લાંબી પ્રશંસનીય વિશિષ્ટ સેવા બદલ 26મી જાન્યુઆરી-2020ના પ્રજાસતાક દિને મુખ્યમંત્રીના ચંદ્રક એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે શહેર હોમગાર્ડ કમાન્ડન્ટ જી.એસ. બારીયા, સબ ઇન્સ. ઇન્સ્ટ્રકટર એ.વી. પુરોહિત, હેડ કલાર્ક આર.એમ. ખાખરીયા, સીનીયર કલાર્ક પી.બી. લાલુ, જુનીયર કલાર્ક વિશ્ર્વજીતસિંહ જાડેજા, ઓફિસર કમાન્ડીંગ જે.ડી. વ્યાસ, પ્લાટુન કમાન્ડર નરેન્દ્રસિંહ ચૌહાણ, એમ.પી. જોષી, પ્લાટુન સાર્જન્ટ એસ.એ. ખફીફ, રફીકભાઇ સુમરા તેમજ સમગ્ર યુનિટના હોમગાર્ડ સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ