સૌરાષ્ટ્રમાં વિશ્ર્વકર્મા જયંતીની આસ્થા-ઉમંગ સાથે ઉજવણી

રાજકોટ,તા.7
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સૃષ્ટિના સર્જનહાર એવા બ્રહ્મના સ્વરૂપ વિશ્ર્વકર્મા પ્રભુની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ, હળવદ, થાન, ધોરાજી સહીતના સ્થળે કેટલાક વિવિધ પ્રજાપતિ સમાજ દ્વારા શોભાયાત્રા મહા પ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું.રાજકોટમાં આજે વિશ્ર્વકમાર જયંતિ નીમીતે પ્રજાપતિ સમાજ દ્વારા વિવિધ આકર્ષક ફલોટ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આપી હતી. સાથે જ રેસકોર્ષના મેદાનમાં તમામ પ્રજાપતિ સમાજ સાથે સામુહિક પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં કુંભાર, કળીયા, સુથાર, લુહાર જેવા પ્રજાપતિ સમાજના લોકો જોડાયા હતા.
હળવદમા વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરાઈ
હળવદ:- સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા હળવદમાં વિશ્વકર્મા જન્મ જયંતીની ભાવ ભક્તિ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી હળવદમા લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા અને હળવદ શહેરના મુખ્ય રસ્તાઓ આ શોભાયાત્રા ફરી હતી સમસ્ત જ્ઞાતિજનોએ સાથે મહાપ્રસાદ લીધો હતો વિશ્વકર્મા જન્મ જયંતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઈ પ્રભુભાઈ કવૈયા પ્રમુખ, રતિલાલ પ્રેમજીભાઈ કવૈયા મંત્રી, મહેશભાઈ ચમનભાઈ પરમાર સભ્ય,નટુભાઈ રમણીકભાઈ કવૈયા, જયંતીભાઈ નારણભાઈ સોલંકી, રમેશભાઈ નરશીભાઈ પિત્રોડા સહિતના અનેક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
ધોરાજી
ધોરાજી ખાતે વિશ્વકર્મા જયંતિ ની ભક્તિપૂર્ણ ઉજવણી.ધોરાજી કિંમતમલ હોલ ખાતે ગુર્જર સુથાર જ્ઞાતિજનો દ્વારા ભગવાન વિશ્વકર્મા દેવનું પૂજન, અર્ચન, મહા આરતી અને સમૂહ ભોજન પ્રસાદ કાર્યક્રમ ભાવભેર ઉજવાયો હતો.
થાનગઢ
થાનગઢમાં વાસુકીદાદાના પરિસરમાં બિરાજમાન સમસ્ત લુહાર સુથાર સમાજના ઇષ્ટદેવ વિશ્ર્વકર્મા દાદાની જયંતી દર વર્ષની જેમ ધામધુમથી ઉજવવામાં આવેલ જેમાં સમસ્ત લુહાર સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેલ.

રિલેટેડ ન્યૂઝ