રાજકોટમાં હવે પેટ્રોલ 69.21 અને ડીઝલ 67.69 પ્રતિલીટર

રાજકોટ તા.11
પેટ્રોલ અને ડીઝલમાં નાગરિકોને રાહત મળી છે. રાજકોટમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલમાં 21 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે.
રાજકોટમાં પેટ્રોલ 69.21 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 67.69 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર 6 વાગ્યેથી પેટ્રોલના રેટ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે. અમદાવાદમાં પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 23 પૈસાનો ઘટાડો થતા પેટ્રોલમાં 70.73 અને ડીઝલમાં 69.43 તેમજ દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થયાં. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 22 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 73.36 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 66.36 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, આ આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલના રેટ અને ડીઝલના રેટ રોજ નક્કી કરવાનું ઓઈલ કંપનીઓ કામ કરે છે.

રિલેટેડ ન્યૂઝ