રાજકોટમાં ડો.બાબા સાહેબની પ્રતિમા સ્થળે કાકરીચાળો કરનારને રિક્ધસ્ટ્રકશન કરાવતી પોલીસ

રાજકોટ: સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સાથે કાકરીચાળો થતા કોમો, જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવો માહોલ સર્જાયો હતો. આ મામલે પારેવડી ચોકમાં રહેતાં વિદ્યાર્થી જીત નટવરલાલ વાઘેલાએ ગુનો નોંધ્યો હતો. બનાવને પગલે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ચોકમાં એકઠા થઇ ગયા હતાં અને અપમાનિત કૃત્ય કરનારાને શોધી કાઢવા માંગણી કરી હતી. પોલીસે દોડધામ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં. એક સાઇકલસ્વાર વ્યકિત ડો. બાબાસાહેબની પ્રતિમા ખાતે આવીને અટકચાળો કરી જતો રહેતો દેખાતા પોલીસે અલગ-અલગ ફૂટેજ ચેક કરી ગુંદાવાડીમાં રહેતાં હરેશસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આ વ્યકિત માનસિક અસ્વસ્થ છે અને તેની દવા ચાલુ છે. વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ હોસ્પિટલ ચોકમાં પહોંચી આવુ કર્યુ હતું. બપોરે ક્રાઇમ બ્રાંચની ટીમે આ શખ્સને હોસ્પિટલ ચોકમાં લાવી રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. તેમજ આરોપીની દલિત સમાજના લોકોની હાજરીમાં જાહેરમાં આકરી પુછતાછ કરી હતી. તસવીર : પ્રવિણ સેદાણી

રિલેટેડ ન્યૂઝ