રાજકોટમાં 20 મિલ્કત સીલ 81ને અપાઇ જપ્તીની નોટીસ

રાજકોટ તા.13
મહાનગરપાલીકા દ્વારા 1 લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના મિલ્કતધારકો વિરૂધ્ધ રીકવરી ઝુંબેશ હાથ ધરી આજરોજ ત્રણેય ઝોનમાં અલગ-અલગ ટીમો દ્વારા 20 કોમર્શિયલ યુનિટ સીલ કર્યા હતા તેમજ 81 મિલ્કતધારકોને જપ્તીની નોટીસ ફટકારી હતી. જ્યારે સીલીંગથી બચવા સ્થળ ઉપર વેરો ભરપાઇ કરતા મનપાને રૂા.1.20 કરોડની આવક થઇ હતી.
વોર્ડ નં. 1માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બાકી માંગણા સામે રીક્વરી 3,77,408/-. ગાંધીગ્રામ વિસ્તરમાં 4-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.4,00,000/-, વોર્ડ નં- 3માં પરસાણા નગરમાં 7-યુનિટને નોટીસ આપેલ પોપટપરા વિસ્તારમાં 3- યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં- 5 કુવાડવા રોડ પર 2-યુનિટના બાકી માંગણા સામે રીકવરી 2,81,200/-. વોર્ડ નં- 7માં અમર કોમપ્લેક્ષમાં આવેલ ઓફિસ નં. 301, 302 અને 303 ના બાકી માંગણા સામે સીલ મારેલ. કૈલાશ કોમપ્લેક્ષ માં 8-યુનિટને બાકી માંગણા જપ્તી નોટીસ આપેલ. દર્શન કોમપ્લેક્ષ 3-યુનિટને બાકી માંગણા જપ્તી નોટીસ આપેલ. ગોંડલ રોડ પર રીકવરી રૂ. 20,00,000/- વોર્ડ નં-8માં રૈયા રોડ પર આવેલ 3- યુનિટના બાકી માંગણા સામે રીકવરી 2,70,000/- રીક્વરી રૂ.3,20,000/- વોર્ડ નં.9માં સરકારી યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.4,15,000/- સાધુવાસવાણી રોડ પર 4-યુનિટના બાકી માંગણા સામે રીકવરી 4,80,000/- વોર્ડ નં.10માં મારુતિ પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.80,000/- વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં આવેલ 5-યુનિટના બાકી માંગણા સામે રૂ.5,80,000 વસુલાત થઇ હતી.
વોર્ડ નં. 13માં સમ્રાટ ઇન્ડ. એરીયામાં 4-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.2,60,000/- વોર્ડ નં- 14માં કેનાલ રોડ પર 7-યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2,30,000/- વોર્ડ નં- 15માં આજી વસાહતમાં મીરા ઇન્ડ. શિવમ ઇન્ડ. અને 1-શેડને એમ કુલ 3-યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- 18માં ધ્વની ઇન્ડ. એરીયામાં આવેલ 5-યુનિટને બાકી માંગણા સામે રીકવરી રૂ.2,50,000/- ધ્વની ઇન્ડ. એરીયામાં આવેલ ધોકિયા મારબલ, ક્રિષ્ના મોટર ગેરેજ બ્રહ્માણી ટેકનોપ્લાસ્ટ ના યુનિટને બાકી માંગણા સામે નોટીસ આપેલ. સે.ઝોન દ્વારા 9-યુનિટને સીલ મારેલ 27 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીક્વરી રૂ.40,91,000/- વેસ્ટ ઝોન દ્વારા 6-મિલ્કતોને સીલ મારેલ 26- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.42,00,000/- ઇસ્ટ ઝોન દ્વારા 5-મિલ્કતોને સીલ મારેલ તથા 28- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.18,00,000/- આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 20-યુનિટને સીલ મારેલ તથા 81- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂા.1.20 કરોડ રીકવરી આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ