નાગરિકતાનો કાયદો નાગરિકતા આપે છે કોઇનો નાગરિકત્વનો હક્ક છિનવતો નથી : મુખ્યમંત્રી

રાજકોટ: રેસકોર્ષગ્રાઉન્ડખાતેરાષ્ટ્રીયએકતાસમિતિઆયોજિત કેન્દ્રીયનાગરિકસંશોધનકાયદાનેસમર્થનઆપવાયોજાયેલરાષ્ટ્રીયએકતાની 2કી.મી. લંબાઇના રાષ્ટ્ર ધ્વજની તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવતા પ્રસંગે યોજાયેલ સભાને સંબોધતા મુખ્યમંત્ર રૂપાણીએ જણાવ્યું હતું કે ભારત દેશને મજબુત અને શક્તિશાળી બનાવીએ.આપણે સૌ જાતિ પ્રાંત અને ભાષાવાદથી ઉચે ઉઠીને શક્તિશાળી રાષ્ટ્ર આપણા માટે પહેલા છે. રાષ્ટ્રમાટે જીવીશું અને રાષ્ટ્ર માટે મરીશું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળના શાસકો એ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, દેશ દાઝ, સ્વાભિમાનની સમસ્યાના નિરાકરણ માટે કશાં પ્રયત્નો કર્યા ન હતાં, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા દુનિયાને બતાવીદીધું કે ભારત તાકતવર દેશ છે. કોઇ આ દેશ ઉપર ખરાબ નજર નહી કરી શકે, અમે લોકસભાની ચૂંટણીમાં જે વચંનો લોકોને આપ્યા હતા. તે એક પછી એક પૂર્ણ કરી રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહએ અભૂતપૂર્વ અને ઐતિહાસીક નિર્ણય લઇને કાશ્મીરમાંથી 370ની કલમ લોકસભા-રાજ્યસભામાં બહુમતિથી પસાર કરાવીને દૂર કરેલ છે. કાશ્મીરને ભારતનું અવિભાજય અંગ બનાવેલ છે. હવે કાશ્મીરનો વાસ્તવિક વિકાસ શરૂ થયેલ છે. ટ્રીપલ કાયદો રદ કરીને મહિલા-પુરૂષોને સમાન તકનો નિર્ણય કરેલ છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કહ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોના અલ્પ સંખ્યક શરણાર્થી લોકોને નાગરિકતા આપવાની વાત આ કાયદામાં કરાય છે. આપણા દેશના કોઈપણ લોકોની નાગરિકતા લઈ લેવાની આ કાયદામાં કોઈ વાત જ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈના વડપણ હેઠળ દેશહિતમાં નાગરિક સંશોધન કાયદો અમલી બનાવ્યો છે. કેટલાક દેશવિરોધી લોકો આ કાયદાનો વિરોધ કરી, ખોટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે આજે આ તિરંગા યાત્રામાં ખૂબજ મોટી સંખ્યામાં શાળા, મહાશાળા, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને લોકો ઉપસ્થિત રહી છે ત્યારે મને ગર્વ થાય છે કે આજે આજે સમગ ્રસૌરાષ્ટ્ર તરફથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે ઉત્સાહભેર આ રેલીમાં જોડાઈને આ કાયદાને સમર્થન આપશું.
આ પ્રસંગે કેબિનેટમંત્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રહિતમાં નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા. આવો કાયદો વર્ષોથી લોકો ઇચ્છી રહ્યા હતા. રાષ્ટ્ર હિતના આ કાયદાને આપણે સૌ સમર્થન આપવું જોઈએ. આ કાયદાને આજ રાજકોટની જનતાએ મોટી સખ્યામાં ભાગ લઈ સમર્થન આપ્યું છે તે માટે હું સૌનો આભારી છુ.આષ ર્વિધ્યા મન્દિરના સ્વામી પરમાત્માનંદજીએ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવેલ સીએએના સમર્થનમાં તિરંગા યાત્રા શહેરના મુખ્યમાર્ગો પર નિકળી હતી. આ યાત્રા સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવનથી શરૂ થઇ જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકુષ્ણ આશ્રમ, ત્રિકોણ બાગ, જુબેલી ગાર્ડન પાસે મહાત્માગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ભાનુભાઇ મેતા, મેયર શ્રીમતી બિનાબહેન આચાર્ય,શ્રીમતિ અંજલીબેન રૂપાણી, વી.પી.વૈષ્ણવ ચંદ્રકાત શેઠ, મુકેશ મલકાની, રાજુભાઇ ધ્રુવ, ડો.જિતેન્દ્ર અમલાણી, ડો. અમિત હપાણી, ડો. અતુલ પંડ્યા, કિશોરભાઈ મોંગલપરા, ગુણવંતભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, અજયભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, જયોતિન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, દિલીપભાઈ પટેલ, જતીનભાઇ ભરાડ, ભરતભાઇ ગાજીપરા,ડી.વી.મહેતા,પરેશભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, મેહુલભાઈ રૂપાણી, અમીનેષભાઈ રૂપાણી, ડો.ભરતભાઇ બોઘરા, નયનભાઈ શુક્લ, વિવિધ વેપાર-ઉદ્યોગમંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો, જૈનમુનિ સંતો,ઇન્દ્રવિજય મહારાજ, વિશ્વબધુજી ધર્મવલ્લભ, નીર્દોર્ષમુનિ, રાધારામણ, વિવેક સાગર સ્વામી, વિર્ધાર્થોઓ, સ્વેચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ભાજપ સંગઠના હોદેદારો અને શહેર જિલ્લાના મોટી સંખ્યામાં નાગરિકભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતાં.

રિલેટેડ ન્યૂઝ