દ્રઢ સંકલ્પજ વિજયની નિશાની: અપૂર્વમુનિ સ્વામી

રાજકોટ, તા.13
રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવતા અને પ્રેરણા-પ્રોત્સાહન પુરું પાડવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સર્વે પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્પ અને પ્રાર્થના સાથે નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું કુમકુમના ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખસ્વામી સભાગૃહમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીને ભારતીય પરંપરા મુજબ વૈદિક પૂજનવિધિકરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રેરણાત્મક વીડિઓ શો રજૂ કરવામાં આવેલો.
આ સમારોહમાંશિક્ષણાધિકારી આર. એમ. ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,વિધાર્થીઓ સૌ આગળ વધો અનેરાજકોટને રોશન કરો.પરિક્ષાની સુવ્યવસ્થા માટે અમારી શિક્ષણની સમગ્ર ટીમ સુસજ્જ છે અને શાળા સંચાલકોે, આચાર્યો અને તમામશિક્ષકો પરિક્ષા માટે સર્વપ્રકારેવિધાર્થીઓની સાથે જ છે. કાર્યક્રમમાં વક્તવ્યમાંપૂ.અપૂર્વમુનિ સ્વામીએ નજીત જાયેંગે હમ… વિષય પર પરીક્ષાલક્ષી વક્તવ્ય રજૂ કરેલું. જેમાં 6 સિધ્ધાંતો (1)જીત, સતત સ્વસુધારણાથી, (2) જીત, સાહસિક – સ્વપ્નશીલ સ્વભાવથી, (3) જીત, સાવધાની અને સંયમથી, (4) જીત, સંઘર્ષોમાંસ્થિરતાથી, (5) જીત, સંકટોમાંસમજણથી અને (6) જીત, શ્રદ્ધા સાથેના સ્મરણથીસૌ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મકવિડીયોદ્વારા પરીક્ષામાં જીત હાંસલ કરવા માટેની તરકીબોશીખવાડી હતી.
કાર્યક્રમમાં રાજકોટની નામાંકિત શાળાઓના11000થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ શાળાના માલિકો અને સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ નજીત જાયેંગે હમ…વિષય પર પરીક્ષાલક્ષી જોમસભર-પ્રેરક વક્તવ્ય આપતા જણાવ્યું કે, શારીરિક સક્ષમ કરતા માનસિક સક્ષમ બનવું ખુબ જરૂરી છે., બહારના દેખાવ કરતા આંતરિક દેખાવમાં ફેરફાર આવશ્યક.,પોતાના ફોટાને જોઈને અન્યને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ બનાવીએ. ,શિક્ષણમાં સુધારણાની ફરિયાદ ન કરીએ સ્વશિક્ષણસુધારણામાં ફેરફાર કરીએ. ,દ્રઢસંકલ્પથી જ જીત સહજ બને છે., પરીક્ષાના સમયના સદુપયોગ માટે મોબાઈલનો દુરુપયોગ ટાળીએ.,પરિક્ષામાં સંઘર્ષ સહન કરીશું તો ભવિષ્યમાં સહન ઓછું કરવું પડશે ,પરિક્ષામાં જીત મેળવવા સકારાત્મકતા જ શ્રેષ્ઠ ઉપાય છે.બુદ્ધિની શક્તિ સાથે ભગવાનની શક્તિ સફળતા અર્પે છે., મહેનતની સાથે ભગવાનની પ્રાર્થના હિંમત આપે છે. પરિક્ષા જેવા જીવનના દરેક સંઘર્ષમાં ભગવાન પરની શ્રદ્ધા હિંમત બક્ષે છે.

રિલેટેડ ન્યૂઝ