વેલેન્ટાઇન ડેને મારો ગોલી : 14 ફેબ્રુઆરીએ શહીદોને સન્માન સાથે શ્રધ્ધાંજલ

રાજકોટ,તા.14
આજથી એક વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોની શરાદતને સૌરાષ્ટ્રમાં રાજકોટ સહીત ગામે ગામ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ભાવભીની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
ખંભાળીયા
દેશના પુલવામાં ખાતે ગત વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓ દ્વારા દેશના સૈનિકો ઉપર ઘાતક હુમલો કરવામાં આવતા દેશના અનેક વિર જવાનો શહીદ થયા હતા.
માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોની શહાદતને યાદ કરી ખંભાળીયામાં ગઇકાલે શુક્રવારે એક શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત અહીંના રાષ્ટ્રવાદી મિત્ર મંડળની આગેવાની હેઠળ શુક્રવારે રાતે અહીંના જોધપુર ગેઇટ ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો નગરજનો એકત્ર થયા હતા અને પુલવામાં હુમલામાં શહિદ થયેલા જવાનોને મીણબતી પ્રગટાવી મૌન પાડી નારા સાથે અશ્રુભીની શ્રધ્ધાંજલી આપવમાાં આવી હતી.
જામનગર
જામનગરમાં એક વર્ષ પહેલા પુલવા માં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને 40 થી વધુ જવાનો શહીદ થયા હતા. જેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ જાયન્ટસ ગૃપ ઓફ વેસ્ટ દ્વારા જામનગર ની સન સાઈન સ્કૂલ મા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને શહિદોને શ્રદ્ધાંજલી અપાઇ હતી. જાયન્ટસ ગૃપ ઓફ વેસ્ટ દ્વારા વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી સનસાઈન સ્કુલમાં આજે સવારે 9.30 વાગ્યે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના હોદ્દેદારો મુકેશ ભાઈ પાઠક , નિલેશ ગોહીલ , અંકિત રાવલ, અભયસિંહ તેમજ શાળાના વિદ્યાર્થીઓ વગેરે દ્વારા શહીદો ની તસ્વીરો સમક્ષ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
ઉના
પુલવામાં એક વર્ષમાં થયેલ આંતકી હુમલામાં દેશના ચાલીસ જવાનો શહીદ થયા તે જવાનોની શહાદત આજે પણ હદય હચમચાવી નાખે છે. ત્યારે તાલુકાની સીલોજ પ્રા.શાળાના શિક્ષકો તેમજ છાત્રોએ શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
દીવ
બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ જોશનચાબેન સભ્યો મંત્રી ચુનિલાલ રામજી સોલંકી અને કર્મીઓ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અર્પીત કરી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું.
સાવરકુંડલા
સાવરકુંડલાની કાણકીયા કોલેજનો વિદ્યાર્થી રાઠોડ મોહિત તથા કોલેજના વિદ્યાર્થી મિત્રોએ સાથે મળીને બધાએ બ્લેક કપડાં પહેરીને શોક વ્યક્ત કરેલ અને સાથે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારતમાતાના ફોટોને કેન્ડલ કરીને શહીદ અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
બોટાદ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ માં આજ રોજ 1 વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીરના પુલવામા માં થયેલ આંતકી હુમલામાં શાહિદ થયેલા સૈનિકો ને વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર વતી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જામનગર
જામનગર શહેર તથા જિલ્લાની અને સ્કૂલમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન બાળકોએ પોતાના માતા-પિતાને નત મસ્તક વંદન કરીને લાલાટે તિલક કરીને તેમનું પૂજન કર્યું હતું. જામનગર માં આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત એસ વી એમ સ્કૂલ માં આજે સવારે બાળકો દ્વારા તેમના માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું.. તે જ રીતે જામનગરની સેન્ટ આન્સ સ્કૂલમાં પણ માતૃ-પિતૃ પૂજન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી
યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ કરીને ગરીબ બાળકોના મોંઘી કારમાં બેસીને શહેરભરમાં ફરીને આનંદની અનુભૂતિ કરવાના સ્વપ્નને સાકાર કર્યું હતું. સીરામીક ઉધોગકારોના સાથ સહકારથી ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરની રોમાંચક સફર કરાવી હતી. બાદમાં ગરીબ બાળકોને વૈભવી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવીને બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિનું મૂળ ભાવાર્થને ખરાઅર્થમાં ચરિતાર્થ કર્યો હતો.
ધોરાજી
ધોરાજીના યુવાનોએ વેલેન્ટાઈન ડે નિમિતે પુલવામાં હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પી ગરીબ અને પછાત વિસ્તારોમાં બાળકોને ભોજન કરાવી સામાજિક સેવા સાથે પ્રેમના પ્રતીક ગણાતા વેલેન્ટાઈન ડે ની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરી હતી.
સરા
ભારતીય સંસ્કૃતિનુ સિંચન કરવાના ઉમદા આશય થકી મૂળી ખાતે આવેલ મોડેલ સ્કુલમા વેલેન્ટાઇન- ડે ના દિવસે મૂળી
નાયબ મામલતદાર મનુભાઇ ખાચરના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્ય કિશોરભાઇ બારોટ શાળા પરિવાર વાલીઓ સહિત ગ્રામજનોની બહોળી હાજરીમા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અતર્ગત વિદ્યાર્થીઓએ માતા-પિતાનુ કુમકુમ તિલક કરી પ્રદ ક્ષીણા કરી ભાવ સાથે પુજન કરતા કાર્યક્રમ જોઇ ઉપસ્થિત વાલીઓ ગદગદીત બની ગયા હતા.
ગોંડલ
14 મી ફેબ્રુઆરી 2018 ના રોજ પુલવામાં ખાતે ભારતના 44 જવાનોએ આતંકવાદી અટેકમાં શહાદત વહોરેલ. આજે આ પુલવામાં અટેકની વરસી હોય, ગોંડલ ખાતે એશિયાટિક એજીનીયરીંગ કોલેજ ના વિદ્યાર્થીઑ , સ્ટાફ , વાલીઓ અને નાગરિકો દ્વારા આ શહીદો ને શ્રદ્ધાંજલી આપવા માટે ગોંડલના રાજમાર્ગ ઉપર રેલી કાઢી હતી. સાથે સાથે શહેર ના મુખ્ય ચોક માં અલગ અલગ 6 જગ્યાએ પુલવામાં અટેકની ઘટનાને કંડારતું એક નાટક એશિયાટિક ના એજીનીયરો દ્વારા રજૂ કરવામાં આવેલ.
ભાવનગર
નંદકુંવરબા મહિલા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા વેલેન્ટાઇન ડેના દિવસે પુલવામાં થયેલ હુમલામાં 44 જેટલા વીર જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ