રાજકોટમાં રહેણાંક મકાનમાંથી પોણા બે કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

પોલીસે રેડ દરમિયાન 10 હજારનો માદક પદાર્થ કબ્જે કર્યો
રાજકોટ: તા.14
રાજકોટમાં હરીહર ચોક નજીક રહેણાંક મકાનમાંથી પોલીસે બાતમીના આધારે 1.730 કિ.ગ્રા: માદક પદાર્થ ગાંજા સાથે એક શખ્સને દબોચી લીધો છે. પોલીસે ગાંજાના મૂળ સુધી પહોંચવા તપાસનો દોર લંબાવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્ર્નર અહેમદ ખુરશીદ તથા ખુરશીદ તથા નાયબ પોલીસ કમિશ્ર્નર રવિ સૈની અને મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન તથા મદદનીશ પોલીસ કમિશ્ર્નર જયદિપસિંહ સરવૈયાની રાહબરી તેમજ સુચના અન્વયે રાજકોટ શહેર એસ.ઓ.જી.પી.આઈ. આર.વાય.રાવલના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ સંયુકત બાતમી આધારે સદર બજાર પાસે હરીહર ચોકમાં તાર ઓફિસની પાછળ આવેલા દાતારના ચીલા પાસે રહેતા દિલાવર ઉફે દીલો સતારભાઈ લીંગડીયાના કબજા ભોગવઠાના મકાનમાંથી માદક પદાર્થ ગાંજો 1.730 કિ.ગ્રા. કિ.રૂા.10,380નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ મુજબ ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
ગાંજાનો જથ્થો કયાંથી લાવેલ છે તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે અને પોતે કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલ છે જે અંગે તપાસનો દોર લંબાવ્યો છે. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલો દીલાવર ઉર્ફે દીલો લીંગડીયા અગાઉ જુગારના ગૂનામાં પોલીસ ચોપોે ચડી ચૂકયો છે.

રિલેટેડ ન્યૂઝ