ગોંડલમાં દંપતિએ ભરબજારે ફીનાઇલ ગટગટાવતા બેભાન

ગોંડલ તા.14
ગોંડલમાં મુસ્લિમ દંપતીએ જાહેરમાં ફિનાઇલ પીતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેાયા છે.
શહેરનાં ટ્રાફીક થી ધમધમતાં માંડવીચોક માં બપોર નાં બાર નાં સુમારે ભગવતપરા માં રહેતા મુસ્લિમ દંપતિ એ ફિનાઇલ જેવું ઝેરી પીણું જાહેર માં ગટગટવી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
બનાવ અંગે સીટી પોલીસ કોન્સ.રાજુભાઈ રોચીયા એ જણાવ્યું કે દવા પી લેનાર દંપતી ભગવતપરા માં રહેતા હુશેનભાઇ કટારીયા
ઉ.50 તથાં તેનાં પત્નિ ફરીદાબેન હોવાનું તપાસ માં ખુલ્યું છે.પતિ પત્ની બંન્ને હાલ બેશુધ્ધ હાલતમાં હોય કારણ જાણવા મળેલ નથી.માહીતગાર સુત્રો અનુસાર કૌટુંબિક ઝગડાં ને કારણે દંપતી એ પગલું ભર્યું હતું.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ