રાજકોટ મનપાએ આક્રમકતા બતાડતા જ મેડીકલ કોલેજે ભરી દીધા 51 લાખ

રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા વર્ષાંતે મિલ્કત વેરો નહીં ભરનાર આસામીઓ ઉપર ઘોંસ બોલાવી મિલ્કત સીલીંગ અને મિલ્કત જપ્તીની નોટીસ પાઠવવાની કામગીરી શરૂ કરી આજરોજ ત્રણેય ઝોનમાં 18 ટીમ દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 23 મિલ્કતને સીલ કરી 62 આસામીઓને મિલ્કત જપ્તીની નોટીસ ફટકારી હતી. જ્યારે સરકારી મિલ્કતો પૈકી મેડીકલ કોલેજ દ્વારા અંતે આજરોજ બાકી લેણા પેટેના રૂા.51 લાખ ભરપાઇ કર્યા હતા.
વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ વોર્ડ નં.2 માં સરકારી યુનિટ એટલે કે મેડીકલ કોલેજ પાસે પઠાણી ઉઘરાણી નં.3 માં સરકારી યુનિટના બાકી માંગણા સામે 2,68,333 વસુલાત, રિદ્ધિ ડેવલપર્સના કુલ 8 યુનિટ સામે બાકી માંગણા સામે 1,80,935 વસુલાત, વોર્ડ નં.5 માં અલ્પાબેન રોકડના યુનિટ સામે બાકી માંગણા સામે 65,000 વસુલાત, વોર્ડ નં.7 માં રજપુતપરા વિસ્તારમાં ખોડીયાર ચેમ્બરમાં બાકી માંગણા સામે કુલ 4 યુનિટને નોટીસ આપેલ છે. વોર્ડ નં.13 માં પુનીતનગર મેઇન રોડ પર બાકી માંગણા સામે 3,000 વસુલાત, વોર્ડ નં.14 માં આસુતોષ હોસ્પીટલના યુનિટ સામે બાકી માંગણા સામે રૂા.1,27,200 વસુલાત હાથ ધરી હતી.
ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.16 માં પટેલનગર વિસ્તારમાં બાકી માંગણા સામે 1,80,000 વસુલાત, સેન્ટ્રલ ઝોન દ્વારા 23 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રૂા.63,00,890 વસુલાત, વેસ્ટ ઝોન દ્વારા 18 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રૂા.6,80,605 વસુલાત, ઇસ્ટ ઝોન દ્વારા 21 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રૂા.7,13,302 વસુલાત હાથ ધરી હતી.
આજરોજ વેરા વસુલાત શાખા દ્વારા 62 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રૂા.76.93 લાખની વસુલાત હાથ ધરી ઉપરોક્ત કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકરો તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ