રાજકોટમાં વેપારી ઉપર છ શખ્સોનો છરીથી હુમલો

રાજકોટ તા.26
રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર સરદાર પાર્કમાં રાત્રે પથ્થરોના ઘા થયા બાદ ઘર બહાર જોવા નીકળેલા વેપારીને છ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી, છરીથી ઇજા કરી ભાગી જતા પોલીસે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે
શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર સરદાર પાર્કમાં રહેતા અને વેપાર કરતા ચંદુભાઈ રાઘવભાઈ ફાચરા નામના પ્રૌઢે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે 11 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે આવ્યા અને બહાર શેરીમાં પથ્થરોના ઘા થતા હોય તેવો અવાજ આવતા બહાર નીકળીને પાડોશી રમેશભાઈ સોરઠિયાને પથ્થરોના ઘા અંગે પૂછતાં એક બાઈક લઈને ભુપત બામ્ભવા આવ્યો હતો અને પથ્થરની વાત કરો છો તેમ કહેતા મેં હા પાડતા પોતે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો ફોન કરતા કરણ બોરીચા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો વારાફરતી ધસી આવ્યા હતા અને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા તેમજ ભુપતે છરી કાઢી સાથળના પાછળના ભાગે ઘા ઝીકી દીધો હતો લોકો એકઠા થઇ જતા તમામ શખ્સો નાશી છૂટ્યા હતા આ અંગે ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ ડી જે જાદવ સહિતના સ્ટાફે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ