રાજકોટ મનપાની આક્રમક વસુલાત ઝુંબેશ યથાવત: વધુ 48 બાકીદારોને દીધી નોટીસ

રાજકોટ તા,26
રામાપીર ચોકડી પાસે આવેલ 4-યુનિટના ના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,60,800, જામનગર રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ અને રીકવરી રૂ.80,000, ગાયકવાડી પ્લોટ અને જંકશન વિસ્તારમાં 5- યુનિટને નોટીસ આપેલ. જુના મોરબી રોડ પર આવેલ 5-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ. 1,00,000, ગંગા લક્ષ્મી સિલવર ના યુનિટને નોટીસ આપતા રીકવરી. શાસ્ત્રીમેદાન સામે આવેલ ધ ઇમ્પીરીયા બિલ્ડીંગ માં આવેલ ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ ના બાકી માંગણા સામે રીકવરી રૂ. 6,19,078, ભુપેન્દ્ર રોડ પર આવેલ 16-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.6,00,000, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.1,00,000, પાટીદાર ચોક વિસ્તારમા6 બાકી માંગણા સામે રીકવરી રૂ.1,60,000, કાલવાડ રોડ પર આવેલ કિંગથસ કોમ્પ્લેક્ષ 1-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.82,300, કાલવાડ રોડ પર આવેલ સિલ્વર કોઇન માં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.42,000, કાલવાડ રોડ પર આવેલ આંબેડકર નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ.
બાલાજી હોલ પાસે આવેલ 6-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.1,60,000, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.1,40,000, જય ઇન્ડ. પાર્કમાં 2-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,00,000, મારોતિ ઇન્ડ. એરીયામાં 2-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.4,13,627, ભક્તિનગર પાસે આવેલ મનસાતીર્થ એપાર્ટમેંટ માં આવેલ શોપ નં.24 ના યુનિટની હરરાજીમાં કોઇ આસામીઓએ ભાગ લીધેલ નથી.
અટીકા ઇન્ડ. એરીયામાં 4-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા રીકવરી રૂ.90,000, જુના જકાતનાકા પાસે આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા રીકવરી રૂ.90,000, કોઠારીયા રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1,00,000.

રિલેટેડ ન્યૂઝ