રાજકોટમાં બે સ્થળે દારૂના દરોડા; 203 બોટલ ઝડપાઈ

રાજકોટ તા.26
રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તિનગર પોલીસે સીતારામ સોસાયટીમાં દરોડો પાડી 180 બોટલ સાથે બે શખ્સોને અને થોરાળા પોલીસે 23 બોટલ સાથે એકને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ભક્તિનગર પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી બી જેબલીયા અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન રણજીતસિંહ પઢારીયા, વાલજીભાઇ જાડા, વિક્રમભાઈ ગમારા, ભાવેશભાઈ મકવાણા, મહેન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી કે સીતારામ સોસાયટી શેરી નંબર 7ના ખૂણે ભગવતી ફ્લોર મિલ પાસે બે માણસો જાહેરમાં દારૂનો જથ્થો લઈને ઉભા છે તેવી હકીકત આધારે દરોડો પાડતા બે શખ્સો મળી આવતા નામઠામ પૂછતાં આશાપુરા સોસાયટીનો ભાવેશ ઉર્ફે કચ્છો ધીરુભાઈ જાદવ અને હુડકો ક્વાટરનો મહેશ ઉર્ફે લાલો રામસીંગ ખાખરીયા હોવાનું જણાવતા બંનેને સકંજામાં લઇ ગણતરી કરતા 180 બોટલ દારૂ હોય 90 હજારનો દારૂ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી બંનેની પૂછપરછ કરતા રવિરાજસિંહ ઉર્ફે બાપુડી મહિપતસિંહ જાડેજા નામના શખ્સે આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું અને અમને રખોપુ રાખવાનું કહી હમણાં આવું તેમ કહી જતો રહ્યો હોવાનું જણાવતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે જયારે થોરાળા પીઆઇ જી એમ હડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ એલ બારસીયા અને ટીમે બાતમી આધારે નવા થોરાળાના અવધ પાર્કમાં રહેતા રૂતીક મનોજભાઈ મકવાણાના ઘરમાં દરોડો પાડી ત્યાંથી દારૂની 23 બોટલ મળી આવતા 11,500નો મુદામાલ કબ્જે કરી બુટલેગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ