રાજકોટના ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપીનો વિદાય સમારોહ

રાજકોટ તા.26
રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી મેડમને સુપ્રીમ કોર્ટ દ્વારા કોલેજીયમ સીસ્ટમ મુજબ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ તરીકે નિમણુંક આપવામાં આવેલ હોવાથી રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ભવ્યાતીભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટના ઇન્ચાર્જ જીલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.એલ.ઠક્કર સાથે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અમીતભાઇ જોશી, અભયભાઇ ભારદ્વાજ, સંજયભાઇ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતી એડવોકે જગદીશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીને સમગ્ર ટીમ સાથે મોમેન્ટો અને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાર એસો.ના પ્રમુખ રાજાણીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે મેડમનો રાજકોટનો કાર્યકાળ રાજકોટના તમામ સીનીયર જુનીયર વકીલોને હરહંમેશ યાદ રહેશે અને તેમના દ્વારા આપવામાં આવેલ સતત સહકાર અને સહયોગને કારણે વકીલે અને ન્યાયતંત્રના કાર્યમાં સુગમતા વધી છે. અંતમાં તેઓએ તમામ વકીલોનો તેમના નિમંત્રણને માન આપી ઉપસ્થિત રહેવા બદલ આભાર માન્યો હતો.
રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીના વિદાય સમારોહમાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, ડો.જીજ્ઞેશભાઇ જોશી, કેતનભાઇ દવે, રક્ષીતભાઇ કલોલા, સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પિયુષભાઇ સખીયા, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર સહિતના 24 થી વધુ વકીલ મંડળોના સદસ્યો હાજર રહ્યા હતા. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીને હાઇકોર્ટ જજ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ